રાહુલ પહેલાં PM મોદીની ગુજ. મુલાકાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના એંધાણથી ચૂંટણી પ્રચાર પણ જોર-શોરથી શરૂ થઇ ગયા છે. રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રની મુલાકાત બાદ, તેઓ ફરી એકવાર તા. 9, 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પોતાની બીજી મુલાકાતમાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાતની મુલાકાત લેનાર છે. પરંતુ એ પહેલાં નરેન્દ્ર મોદી તા. 7 અને 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે અને આ તેઓ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મુલાકાત લેશે.

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા

ભાજપે ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુજરાતમાં 15 દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કર્યો છે. 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી બે તબક્કામાં શરૂ થયેલ આ ગૌરવ યાત્રા 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે અને પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. પરંતુ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રની મુલાકાત સફળ થયા બાદ અને તેઓ ફરી મધ્ય ગુજરાતની મુલાકાત લેવાની વાત વહેતી થયા બાદ પીએમ મોદીનો 7 અને 8 ઓક્ટોબરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર થયો હતો. સ્પષ્ટ છે કે, ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાજપ પક્ષ પોતાની તરફથી કોઇ કચાશ રાખવા માંગતું નથી.

PMની ગુજરાત મુલાકાત

PMની ગુજરાત મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસે પોતાની કમર કસી લીધી છે. તા. 7 અને 8 ઓક્ટોબરની પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં ચાર અલગ સ્થળોએ કુલ 7થી 8 લાખ લોકોનું સંબોધન કરે એવી પણ શક્યતા છે. પીએમના કાર્યાલય તરફથી રાજ્ય સરકારને જે કાર્યક્રમ મળ્યો છે એ અનુસાર, પીએમ દ્વારકા, રાજકોટ, વડનગર અને ભરૂચની મુલાકાત લેનાર છે. દ્વારકાની મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિરના દર્શને જાય એવી પણ પૂરી શક્યતા છે. આ ચારેય સ્થળોએ પીએમ મોદી વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ ભાગ લેશે.

પીએમનો કાર્યક્રમ

પીએમનો કાર્યક્રમ

પીએમ મોદી સૌ પ્રથમ વડનગર ખાતે નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. વડનગરથી તેઓ દ્વારકા પહોંચશે. અહીં દર્શન કર્યા બાદ પીએમ ઓખા અને બેટ દ્વારાકાને જોડતાં 2.3 કિમી લાંબા પુલનો શિલાન્યાસ કરશે. દ્વારકા બાદ તેઓ રાજકોટ ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે અને ત્યાંથી ભરૂચ પહોંચશે.

રાહુલની નવસર્જન યાત્રા

રાહુલની નવસર્જન યાત્રા

નોંધનીય છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દ્વારકા ખાતેથી નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. દ્વારકા બાદ તેમણે જામનગરમાં પાટીદારો સાથે મુલાકાત કરી હતી, જ્યાં પાટીદારો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી રાહુલ ગાંધીને આવકાર્યા હતા. ત્યાંથી રાહુલ ગાંધી મોરબી અને રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની આ યાત્રામાં તેમણે રાજ્યની ભાજપ સરકારથી અસંતુષ્ટ વિસ્તારોની ખાસ મુલાકાત લીધી હતી.

English summary
Gujarat Elections 2017: PM Modi to visit Gujarat on 7th & 8th Oct. before Rahul Gandhi's 2nd visit to Center Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.