વિજય રૂપાણીએ કહ્યું કે અમિત શાહ જૈન નથી

Written By:
Subscribe to Oneindia News

વિજય રૂપાણી આજે જાણીતી મીડિયા ચેનલ આજ તકમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ પ્રસંગે તેમને જ્યારે પુછવામાં આવ્યું કે રાજ બબ્બર કહે છે કે અમિત શાહ હિંદુ નથી જૈન છે. તો આ પર વિજય રૂપાણીએ કહ્યું કે અમિત શાહ જૈન નથી. આ સાથે જ જ્યારે હાર્દિક પટેલની સીડીનો મામલો તેને પુછવામાં આવ્યું તો ભડકીને વિજય રૂપાણીએ કહ્યું કે અમે કોઇની પણ સીડી નથી બહાર પાડી. તેના જ સાથીએ તેની સીડી પ્રેસ સામે રાખી છે. અને આ વાત તેનો સાથી પણ સ્વીકારે છે. વધુમાં વિજય રૂપાણીને રાહુલ ગાંધીના બિન હિંદુ મામલે પણ કહ્યું કે ભાજપ ખાલી વિકાસના મુદ્દામાં રસ છે. બિન હિંદુનો મુદ્દો કોંગ્રેસે ઊભો કર્યો હતો અમે તો ખાલી તેનો જવાબ આપ્યો. સાથે જ આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીની જેમ આ વખતે ગુજરાતમાં પણ ભાજપનો વિજય થશે કારણ કે ભાજપ પાસે મોદી જેવો નેતા, વિકાસ જેવી નીતિ અને લોકો સાથે ગુજરાતી તરીકેનો નાતો આમ નેતા, નીતિ અને નાતો ત્રણેય છે અને અમે એક ઇમાનદાર પાર્ટી પણ છીએ.

Vijay Rupani

સાથે જ જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ચૂંટણીમાં જો ભાજપ જીતી ગઇ તો આ ત્રણ મોટા નેતાઓનું શું તો રૂપાણીએ કહ્યું કે અલ્પેશ પહેલા પણ સ્થાનિક ચૂંટણી કોંગ્રેસના પંજા સાથે લડી ચૂક્યો છે હવે એમએલએ માટે લડે છે. અને વધુમાં આ ત્રણેય નેતાઓ કોંગ્રેસના જ એજન્ટ હતા. સાથે જ તેમણે કહ્યું કે જેટલી વાર અમે અનામત મામલે બંધ બારણે મીટિંગ કરી હાર્દિકે બધુ ઠીક છે તેમ કહ્યું અને બહાર આવીને બીજું કંઇ બોલ્યો. 50 ટકાથી વધુ અનામત આપવી શક્ય જ નથી અને ચૂંટણી જીતીને પણ અમે તે જ પ્રયાસ કરીશું કે સૌનો સાથ સૌનો વિકાસ થાય. વધુમાં થોડા સમય પહેલા જૈન મુખ્યમંત્રી વાળો તેમનો જે ઓડિયો વાયરલ થયો હતો તે પર સ્પષ્ટતા આપતા વિજય રૂપાણીએ કહ્યું કે હા તે મારો અવાજ હતો અને ચૂંટણીમાં જૈનોએ સાથે રહેવું જોઇએ તે વાત હું તેમને સમજાવી રહ્યો હતો. અને તે પછી જૈન નેતાની અપક્ષમાં ઉભેલા ચારેય નેતાઓએ ઉમેદવારી પત્ર પાછુ લઇને મારી વાત પણ માની હતી.

English summary
Gujarat elections 2017: Vijay Rupani said Amit Shah is not Jain. Read here more on this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.