હાર્દિકે કોંગ્રેસના મુખ્યમંત્રી અંગે આ કોનું નામ લીધું કે વિવાદ થયો

Written By:
Subscribe to Oneindia News

અમરેલીમાં બુધવારે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે રોડ શો અને જનસભા યોજી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે હાર્દિક પટેલ જનસભાને સંબોધતા કંઇક તેવું કહ્યું કે હાજર લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. હાર્દિક પટેલે આ સભામાં જણાવ્યું કે અમરેલીના પરેશ ઘાનાણી ધારાસભ્ય પદના ઉમેદવાર નહીં પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. આ વખતે ખેડૂતાના દિકરાને મુખ્યમંત્રી બનાવવો જોઇએ. આવું જાહેરમાં નિવેદન કરતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. અને મીડિયા કર્મીઓ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને સુધી પણ પહોંચી ગયા હતા. જો કે ભરતસિંહ આ પર ટિપ્પણી કરવાનું ટાળ્યુ હતું.

Hardik Patel

તો બીજી તરફ હાર્દિકે આ સભામાં ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર અમિત શાહ છે તેવી વાત જણાવીને પાટીદાર યુવાનોની શહીદી યાદ કરાવી હતી. અને આપ કે અન્ય કોઇ પાર્ટી તથા ભાજપને પણ વોટ ના આપવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા છેલ્લા ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટ પણે કોંગ્રેસની બી ટીમ તરીકે કામ કરી રહ્યો છે. વળી તેની સભામાં સ્વયંભૂ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહી રહ્યા છે. ત્યારે આ તમામ વાતોએ ભાજપની ચિંતા વધારી હતી. સાથે જ હાર્દિકે પરેશનું નામ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસમાં પણ સોંપો પડી ગયો છે.

English summary
Gujarat Elections : Hardik Patel declared Congress next CM is Paresh dhanani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.