રાહુલજીને મળીને સેલ્ફી લેવાની મારી ઇચ્છા થઈ પૂર્ણ : મનતશા શેખ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સેલ્ફી પડાવ્યા પછી મનતશા શેખે તેના આ અનુભવ વિષે શું કહ્યું જાણો અહીં. સાથે જ જાણો કેમ તે રાહુલ ગાંધીની પ્રશંસક છે.
રાહુલ ગાંધીની ગઈ કાલે યોજાયેલી ભરૂચની રેલી ઘણા કારણોસર ચર્ચામા રહી હતી. રાહુલ ગાંધી જે રીતે ભાષણો કરી રહ્યાછે તેના કારણે કોંગ્રેસીઓ ખુશ છે જોકે રાહુલ ગાઁધી રાયબરેલીની દુર્ઘટનાને કારણે રેલીમાંથી સીધા રાયબરેલી જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન માં એક યુવતી સાથે થયેલી સેલ્ફી ખેંચાવાની ઘટના બાદ આખો દિવસ રાહુલ ગાંધી અને યુવતીની સેલ્ફીની વાત ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. અને તે યુવતી એકદમ જ લાઇમલાઇટમાં આવી ગઈ હતી. આ યુવતીએ પોતાનું નામ મનતશા શેખ જણાવ્યું હતું. યુવતીએ જણાવ્યું હતું કે તે ભરૂચમાં જ રહે છે અને તેને નાનપણથી જ રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા હતી. આથી રાહુલ ગાંધીની રેલી ભરૂચમાં હોવાથી તે સવારથી રાહુલ ગાંધીની રાહ જોઈ રહી હતી. મનતશા હાલ 10માં ધોરણમાં અભ્યાસ કરે છે તેથી ટૂંકી મુલાકાતને અંતે રાહુલ ગાંધીએ તેને બેસ્ટ ઓફ લક પણ કહ્યુ હતું.

મનતશાએ જણાવ્યું હતુ કે તેણે સતત 5-6 કિલોમીટર સુધી રાહુલ ગાંધીને ફોલો કર્યા હતા. અને રાહુલ ગાંધીની નજર તેન પર પડતા મનતશાએ ઇશારાએ સેલ્ફી જોઈએ છે તેમ કહ્યું હતું. આથી રાહુલ ગાઁધીએ પોતાની મિની બસ રોકાવી હતી. અને મનતશા મિની બસ પર ચઢી હતી ત્યાર બાદ તેણે રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી. નેતાઓ જ્યારે રોડ શો અને રેલી કરતા હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળતી હોય છે. કે તેમના પ્રશંસકો ક્યારેક સુરક્ષા કવચ ભેદીને પણ તેમને મળવા દોડી જતા હોય












Click it and Unblock the Notifications
