Gujarat News: ઊર્જા વિભાગના કર્મચારીઓ માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Gujarat News: ગાંધીનગર ખાતે 'ઊર્જા સેતુ ચિંતન શિબિર'નું આયોજન, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, ઊર્જા વિભાગના એક પણ કર્મચારીનો જીવ ન જવો જોઈએ, વીજ વિતરણ લાઈનમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનો લાભ લેવા પર ભાર.

ગાંધીનગર ખાતે આયોજિત 'ઊર્જા સેતુ ચિંતન શિબિર'માં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ઊર્જા વિભાગના કર્મચારીઓની સલામતી અંગે એક મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, વીજ વિતરણની લાઇનમાં કામ કરતાં એક પણ કર્મચારીનો જીવ ન જવો જોઈએ.
ઝીરો અકસ્માતનું લક્ષ્ય
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આજની ચિંતન શિબિરનો મુખ્ય મુદ્દો 'ઝીરો અકસ્માત' છે.
- તેમણે કહ્યું કે, કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થયા વિના તેમનું કામ સુરક્ષિત રીતે થાય, તેવું લક્ષ્ય સરકારે રાખ્યું છે.
- આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટેક્નોલોજીના માધ્યમથી ચિંતન કરવામાં આવી રહ્યું છે. શિબિરમાં સમસ્યાઓ અને તેના સમાધાન પર વિચારણા થઈ રહી છે.
સુરક્ષા વધારવા સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનો ઉપયોગ
ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, સરકારે જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસાવી છે, તેનો લાભ ઊર્જા વિભાગના કામમાં સુરક્ષા વધારવા માટે કેવી રીતે લેવો, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ પહેલ દર્શાવે છે કે, રાજ્ય સરકાર વીજ વિતરણના પડકારજનક કામમાં જોખમ ઘટાડવા અને કર્મચારીઓના જીવનને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
