For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: હેડ કલાર્કની પરિક્ષા કરાઇ રદ્દ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત, માર્ચમાં લેવાશે ફરી પરિક્ષા

પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારની મોટી બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ ત

|
Google Oneindia Gujarati News

પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારની મોટી બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે માર્ચ મહિનામાં ફરી પરિક્ષા લાવામાં આવશે.

Harsh Sanghvi

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હાલ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર પરિવાર લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા પગલા લેવામાં આવશે.

આરોપી કોણ છે?

સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં જયેશ આરોપી નંબર-1 છે અને તેના પર લાખો રૂપિયામાં દીપક પટેલ પાસેથી પેપર ખરીદવાનો આરોપ લગાવાયો છે. જયેશ પટેલે પેપર ખરીદ્યા બાદ અલગ અલગ બે ગૃપને પેપર વેચ્યું હતું. તેમ જ તેના સંબંધીના ઘરે જ લીક પેપર સોલ્વ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં યોજાઇ હતી બેઠક

ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક થઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

English summary
Gujarat: Examination of head clerk canceled, announced by Home Minister Harsh Sanghvi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X