For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ

વાવાઝોડાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં આવુ 8 વાર થયુ જ્યારે ગુજરાત પર સાયક્લોનિક સ્ટૉર્મનો ખતરો તોળાયો.

|
Google Oneindia Gujarati News

વાવાઝોડુ નિસર્ગ કાલે ગુજરાત-મહારાષ્ટ્રના તટો પર ટકરાવાની સંભાવના છે. અરબ સાગરથી ઉઠેલ આ સમુદ્રી તોફાન ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેના કારણે ભાવનગર, અમરેલી અને સુરત જેવા છ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. બે રાજ્યોના તટીય ક્ષેત્રોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ગયા એક સપ્તાહમાં હવામાન વિભાગે ઘણા પૂર્વાનુમાન જારી કર્યા પરંતુ વાવાઝોડાની સચોટ ભવિષ્યવાણી મળી શકી નહિ. વાવાઝોડાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં આવુ 8 વાર થયુ જ્યારે ગુજરાત પર સાયક્લોનિક સ્ટૉર્મનો ખતરો તોળાયો.

આ રીતે મંડરાયો ખતરો, પરંતુ બચતા ગયા વિનાશથી

આ રીતે મંડરાયો ખતરો, પરંતુ બચતા ગયા વિનાશથી

પરંતુ પ્રકૃતિની માયા એવી રહી કે આઠે વખત ગુજરાત મોટા વિનાશથી બચી ગયુ. અરબ સાગરથી ખૂબ ઝડપે આગળ વધતા ચક્રવાતી તોફાનની 5 વાર તો દિશા બદલાઈ ગઈ. જ્યારે 3 વાર સમુદ્રમાં જ સમાઈ ગયુ. આ રીતે ગયા વર્ષે સાયક્લોન વાયુ આવ્યો હતો પરંતુ અણીના સમયે તેની દિશા બદલાઈ ગઈ અને તે ઓમાન તરફ વળીને સમુદ્રમાં જ સમાઈ ગયુ. માહિતી મુજબ 2014 બાદ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ 8 વાવાઝોડામાં 5 વાવાઝોડા ચંપાલા, નનૌક, અશોબા, સાગર અને વાયુએ પોતાની દિશા બદલી. આ ઉપરાંત 3 વાવાઝોડા ઓખી, નિલોફર અને મહા સમુદ્રમાં જ સમાઈ ગયા.

પાલઘર, પૂણે, ઠાણે, મુંબઈ, રાયગઢ, ધૂલેમાં વરસાદ થશે

પાલઘર, પૂણે, ઠાણે, મુંબઈ, રાયગઢ, ધૂલેમાં વરસાદ થશે

ભારતીય હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે કે નિસર્ગ વાવાઝોડુ 3 જૂને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ટકરાઈ શકે છે. આને જોતા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરા નગરહવેલીમાં ખાસ્સી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખતરાને જોતા ગુજરાત-મહારાષ્ટ્રમાં સમુદ્ર તટની આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પાલતુ પશુઓને પણ સુરક્ષિત સ્થળે લઈ જવાની સલાહ આપવામાં આવી છે.

એનડીઆરએફની 23 ટીમો તૈનાત

એનડીઆરએફની 23 ટીમો તૈનાત

આજે જ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે સ્થિતિને પહોંચી વળવા ાટે મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવ તેમજ દાદરા અને નગરહવેલીમાં એનડીઆરએફની 23 ટીમો તૈનાત કરવામાં આવી છે. આમાંથી 11 ટીમો ગુજરાતમાં, 10 ટીમો મહારાષ્ટ્રમાં અને બે ટીમો દમણ તેમજ દીવ અને દાદરા નગરહવેલીમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની એક ટીમમાં 45 સભ્યો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 'ભારતના પશ્ચિમી તટના અમુક ભાગોમાં વાવાઝોડાની સ્થિતિને જોતા પરિસ્થિતિની સમીક્ષા કરી. હું બધાની કુશળતા માટે પ્રાર્થના કરુ છુ. લોકોને દરેક સંભવ સાવચેતી અને સુરક્ષાના ઉપાય કરવાનો આગ્રહ પણ કરુ છુ.'

બ્રિટનમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત કરાયા ગાયત્રી ઈસ્સર કુમારબ્રિટનમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત કરાયા ગાયત્રી ઈસ્સર કુમાર

English summary
Gujarat faced of 8 cyclones in last 6 years but survived every time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X