• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત બજેટ : એક હાથે આપતા - બીજા હાથે પાછું લેતા નણાપ્રધાન

|

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂક્યું છે. જેમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2013-2014નું અંદાજપત્ર રજૂ કરી દીધું છે. આ દરમિયાન દરેકનું ધ્યાન નાણામંત્રીના સામાન્ય બજેટ પર ટકેલી હતું. નીતિન પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બજેટ ભાષણ આપી વર્ષ 2013-2014 માટેના અંદાજપત્રની જાહેરાત કરી.

gujarat budget 2013
નાણાપ્રધાન નીતિન પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બજેટ ભાષણ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે ગુજરાતના વિકાસલક્ષી મોડેલના વખાણ કર્યા હતા. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના પણ વખાણ કર્યા. જોકે નીતિન પટેલના બજેટમાં વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાની કોઇ ઝલક જોવા મળી નહી. જાણકારોનું માનવું છે કે આ બજેટમાં એક હાથે આપવામાં આવ્યું છે અને બીજા હાથે તેને પરત લેવામાં આવ્યું છે.

ગુજરાતમાં જીતની હેટ્રીક લગાવી મુખ્યપ્રધાન બનનાર નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખીને અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો અનુસાર આ બજેટ જાહેર કરવામાં આવે તેવી સંભાવના તોળાઇ રહી હતી. જોકે ગેસ અને પેટ્રોલ પરનો વેટ ઓછો થાય અથવા તો નાબુદ કરવાની કોઇ જાહેરાત નાણાપ્રધાને કરી નહી.

આ પહેલા નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 2013-2014નું અંદાજપત્રમાં ખેડુતો, યુવાનો અને વિદ્યાર્થીઓલક્ષી રહેશે. નાણાપ્રધાને જણાવ્યું કે આ સામાન્ય બજેટ રાજ્ય નાગરિકો માટે ફાયદાકારક બની રહેશે. તેમણે યુવાનો અને ખેડૂતો માટે ફાયદાકારક યોજનાઓની જાહેરાત કરી છે.

નાણાપ્રધાનની મહત્વની જાહેરાતો:

રૂપિયા 1,14,550 કરોડનું બજેટ કદ

ગુજરાત સરકારનું કુલ 796 કરોડની પુરાંતનવાળુ બજેટ

ટર્નઓવર પર ટેક્સ છૂટ 50 લાખથી વધારી 75 લાખ કરવામાં આવી.

વેરામાં 245 કરોડની રાહતની જોગવાઇ

બજેટમાં 289 કરોડના નવા સૂચિત વેરા

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોલિંક પ્રોજેક્ટ માટે 550 કરોડ ફાળવાશે

રાજ્યમાં નવા 120 બસસ્ટેન્ડ વિકસાવવાશે

કૃષિ માટે 1 લાખ નવા વીજ જોડાણ આપવા માટે 550 કરોડ ફાળવાશે

ખેડૂતોને નવા સાધનો માટે 53 કરોડ

વિજ્ઞાન અને પ્રૌધીકી ક્ષેત્રે માટે 426 કરોડ ફાળવાશે

પોલીસ સ્ટેશનમાં મહિલા એકમ ઉપલબ્ધ કરાવવા 22 કરોડ

મોડાસા અને અંકલેશ્વરમાં એડિશનલ કોર્ટ સ્થપાશે

1 લાખ વધુ ગરીબ પરિવારોને વીના મૂલ્યો વીજ જોડાણ અપાશે.

108 સેવા માટે વધુ 100 એમ્બ્યુલન્સ

સર્વશિક્ષા અભિયાન માટે 1454 કરોડ

58,500 કરોડની યોજનાકીય ખર્ચ

નર્મદા યોજના માટે 9000 કરોડ

કૃષિમેળાના આયોજન માટે 15 કરોડ

કોલ્ડસ્ટોરેજ માટે 59 કરોડ

કૃષિ સંલગ્ન યોજનાઓ માટે 3763 કરોડ

પરિવહન માટે 5006 કરોડ

સામાન્ય આર્થિક સેવાઓ માટે 1786 કરોડ

પોલીસના આધુનિકરણ માટે 130 કરોડ

એમ્પાવર યોજના માટે 26 કરોડ

આયુર્વેદીક અને હોમિયોપેથિક વિભાગ માટે 216 કરોડ

જમીન સંપાદન માટે 500 કરોડ

સૌરાષ્ટ્રમાં નર્મદા શહેર માટે 1400 કરોડ

ઉદ્યોગ અને ખનિજ માટે 2, 425 કરોડ

સામાન્ય સેવાઓ માટે 133 કરોડ

નર્મદા નહેર માટે જમીન સંપાદન કરાન ખેડૂતોને 761 કરોડ ચૂકવાયા

પાટણથી ડિંડલોન પાઇપલાઇન માટે 63 કરોડ

પૂર અને સિંચાઇના કાર્યક્રમ માટે 12,660 કરોડ

અન્ન અને નાગરિક પૂરવઠા ક્ષેત્રે 476 કરોડ

વર્તમાન ગેસ બ્રિડમાં 800 કિમીનો વધારો કરાશે

ગ્રામીણ વિકાસ માટે 1664 કરોડ

ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 229 કરોડ

નવી એસટી બસો ખરીદવા માટે 550 કરોડ

ગુજરાતમાં સ્કીલ યુનિવર્સિટી ઉભી કરાશે

ખેડૂતોને વિનામૂલ્યે કિટ માટે 45 કરોડ

કેન્સર હોસ્પિટલ સ્થાપવા 145 કરોડ

ગાંધીનગરમાં રાજ્યકક્ષાની કચેરીઓ માટે નવી ઇમારત બનાવવાશે

પાણી પૂરવઠા માટે 2700 કરોડ

30 નવી આઇટીઆઇમાં 5000 વિદ્યાર્થીઓ એડમિશન લઇ શકશે, માટે 12.50 કરોડ

ઊર્જા માટે 4996 કરોડની ફાળવણી

જળ અને જમીન સંરક્ષણ માટે 860 કરોડ

40 બસસ્ટેશન આદિજાતિ વિસ્તારમાં ચાલુ કરાશે.

પુસ્તકાલયો માટે 25 કરોડ

સૌરાષ્ટ્ર નર્મદા ઇરિગેશન યોજના માટે 10,000 કરોડ

નર્મદા ડેમની ઉંચાઇ 138.68 મીટર ઊંચી કરાશે.

શહેરી વિકાસ માટે 9,391 કરોડ

100 કરોડના ખર્ચે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા નર્મદા સરોવર ડેમ ખાતે ઉભી કરાશે

સ્પેશિયલ ઓલિમ્પિક માટે 10 કરોડ

દરિયાઇ માર્ગોના વિકાસ માટે 182 કરોડ

સંદેશા વ્યવહાર માટે 395 કરોડ

14 જિલ્લાન 2030 ગામોને સિંચાઇની જોગવાઇ

નહેરોની સુધારણા અણે નવીનીકરણ માટે 209 કરોડ

ઉ.ગુજરાતમાં નર્મદા નહેરના વિકાસ માટે 1443 કરોડ

આરટીઓ ઓફીસના વિકાસ માટે 136 કરોડ

1272 ના ખર્ચે 172 નવા સબસ્ટેશન સ્થપાશે.

કૃષિ-ડેરી, મત્સ્ય ઉદ્યોગ માટે 3200 કરોડ

કચ્છમાં નર્મદા નહેર માટે 801 કરોડ

ઉમ્મીદ તાલિમ કાર્યક્રમ માટે 19 કરોડ

ગૌસેવા પ્રવૃત્તિના વિસ્તરણ માટે 52 કરોડ

જસદણના હીંગોળગઢ ખાતે અશ્વસંવર્ધન ફાર્મ સ્થાપવા માટે 6 કરોડ

ચિંરજીવી યોજનાઓ માટે 26 કરોડ

અગરબત્તી પર સંપૂર્ણવેરા માફી

ખેતીના સાધનો પર વેરો માફ

સિગારેટ પરનો વેરો 30 ટકા વધારાયો

વીજળી મોંઘી થઇ, યુનિટે 15 પૈસાનો વધારો

English summary
Gujarat state Finance Minister Nitin Patel set to budget today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more