For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી નલીન ભટ્ટનું નિધન

|
Google Oneindia Gujarati News

nalin-bhatt
ગાંધીનગર, 5 સપ્ટેમ્બરઃ ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી નલીન ભટ્ટનું લાંબી બીમારી બાદ મોડી રાત્રે નિધન થયું છે. તેમની ઉમર 62 વર્ષની હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં હતા. તેમનું નિધન થયાના સમાચાર મળતાંની સાથે જ વડોદરા ખાતે રાજકીય આગેવાનો અને કાર્યકરો નલીન ભટ્ટના નિવાસ્થાને એક્ત્ર થઇ ગયા હતા.

સ્વ.નલીન ભટ્ટના રાજકીય જીવનની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહ્યું છે. જનસંઘનાં સમયથી વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભાજપને ઉભું કરનારા નેતાઓમાં નલીન ભટ્ટની ભૂમિકા વિશેષ હતી. કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ મંત્રી તરીકે પણ રહ્યા હતા. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં નલીન ભટ્ટ કેબિનેટમંત્રી હતા.

વર્ષો સુધી ભાજપમાં રહ્યાં બાદ 2006માં વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને મોદીની કાર્યશૈલીની ટીકાના ભાજપ છોડવું પડ્યું હતું. ભાજપ છોડ્યા બાદ 2007માં તેઓ માયાવતીના પક્ષ બસપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે દીનદયાળ ઉપાધ્યાય સમિતિની રચના કરી હતી અને મોદીની વારંવાર આલોચના કરતા હતા. કેશુભાઈએ મોદીની સામે બગાવતનો કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા.

English summary
gujarat former minister nalin bhatt passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X