For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી જીવ ગુમાવનારના આશ્રિતોને પેન્શન આપશે ગુજરાત સરકાર, 70 આવેદનમાંથી 20ને સ્વીકૃતિ

કોરોના મહામારીથી જીવ ગુમાવનાર શ્રમિકોના આશ્રિતોને ગુજરાતમાં આજીવન પેન્શન આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના મહામારીથી જીવ ગુમાવનાર શ્રમિકોના આશ્રિતોને ગુજરાતમાં આજીવન પેન્શન આપવામાં આવશે. આ પેન્શન કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) આપશે. નિગમ તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાજ્યમાં અત્યાર સુધી આવા 70 ફૉર્મ આવ્યા છે જેમાંથી 45 ફૉર્મ અમદાવાદમાંથી મળ્યા છે. અધિકારીઓ દ્વારા 20 આશ્રિતોના પેન્શનને સ્વીકૃતિ આપવામાં આવી છે. ગાંધીનગરના ઈએસઆઈસીના અધિક કમિશ્નર અને પ્રાદેશિક નિયામક રત્નેશ કુમાર ગૌતમે આ અંગે માહિતી આપી. રત્નેશન કુમારે જણાવ્યુ કે સરકારે પેન્શનના હકદાર લોકોની યોગ્યતા નક્કી કરી છે.

gujaratnews

કોરોનાથી જીવ ગુમાવનાર શ્રમિકોના જે આશ્રિતોને પેન્શન આપવામાં આવશે તે ઈએસઆઈસીના ઑનલાઈન પોર્ટલમાં રજિસ્ટર્ડ હોવા જોઈએ. વીમાધારકોના બધા આશ્રિત પરિવારના સભ્ય જેઈએસઆઈસીના ઑનલાઈન પોર્ટલમાં રજિસ્ટર્ડ હોય. કોરોનાના ઈલાજ પહેલા કે બાદમાં કોરોનાથી મૃત્યુ થયુ હોય, તેમના આશ્રિત માસિક પેન્શનના સમાન લાભ મેળવવા માટે હકદાર હશે. વળી, વીમાધારક વ્યક્તિના સરેરાશ દૈનિક વેતનના 90 ટકા માસિક ચૂકવણી મેળવવાના હકદાર રહેશે.

અધિકારીના જણાવ્યા મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ(ઈએસઆઈસી)એ ગુજરાતમાં અત્યાર સુધી મૃતક વીમાધારક વ્યક્તિઓ જે ઈએસઆઈસી તરફથી કવર કરવામાં આવેલ એ પ્રતિષ્ઠાનો કે કારખાનાઓમાં કામ કરતા હતા એવા 12 (વ્યક્તિઓ) પતિ કે પત્નીને આજીવન પેન્શન આપ્યુ છે. આ ઉપરાંત 13 બાળકોને તેમના લગ્ન થવા સુધી અથવા 25 વર્ષની ઉંમર સુધી માસિક પેન્શન નક્કી કરવામાં આવી છે. ઈએસઆઈસીના અધિક કમિશ્નર તેમજ પ્રાદેશિક નિયામક રત્નેશ કુમાર ગૌતમે દાવો કર્યો કે આ પહેલી વાર છે જ્યારે કામકાજી પત્નીનુ કોરોનાથી મૃત્યુ થવા પર આશ્રિત પતિને પણ આજીવન પેન્શન આપવામાં આવી રહ્યુ છે.

English summary
Gujarat government provides pension to the dependents of labourers who lost lives due to Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X