For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં CNG-PNGમાં 10.10 રૂપિયાનો ઘડાડો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ગેઇલ)એ ગુજરાતની જનતાને દિલ્હી અને મુંબઇના ભાવે એપીએમ ગેસ આપવા માટે કરાર કરતાં સીએનજી તથા પીએનજીના દરમાં સરેરાશ રૂ. ૧૦ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જેથી હવે 12.33 લાખ ઘરવપરાશ અને 2.35 લાખ વાહનચાલકોને મહિને રૂ. 50 કરોડની રાહત મળશે, આમ કેન્દ્ર સરકારે ગુજરાતના ચુકાદાને ધ્યાનમાં લઇ સમગ્ર દેશમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે સસ્તો ગેસ આપવાનું ઉદાર વલણ અપનાવ્યું છે પરંતુ ગુજરાત સરકારે જનતા પાસેથી વસૂલ થતા 15 ટકાનો વેટદર ઘટાડવાની મનાઇ કરી દિધી છે.

રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.

એકાદ બે દિવસમાં નવો ભાવ અમલમાં

એકાદ બે દિવસમાં નવો ભાવ અમલમાં

આ ઉપરાંત 12.33 લાખ ઉપરાંતના ગૃહ (ડોમેસ્ટિક) ગેસ વપરાશકર્તાઓને રૂ. 23.50 પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિક મીટર (એસસીએમ)ના ભાવે પાઈપલાઈન ગેસ મળતો થશે. ગેઈલ ઈન્ડિયા અને જીએસપીસી વચ્ચે ગુરૂવારે અમદાવાદમાં થયેલા કરારના પગલે આ નવા ભાવ નિશ્વિત કરવામાં આવ્યા છે અને ગેઈલ તરફથી ગેસનો પુરવઠો ઉપલબ્ધ બનાવાતાં જ એકાદ બે દિવસમાં નવા ભાવે વપરાશકારોને ગેસ મળતો થઈ જશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રતિદિન 40 લાખની બચત

પ્રતિદિન 40 લાખની બચત

ગૃહવપરાશકારો માટેનો પાઈપલાઈન ગેસ અત્યારે રૂ. 25.50થી રૂ. 40 પ્રતિ એસસીએમના ભાવે મળે છે તેમાં રૂ. 2 થી રૂ. 9.45 સુધીનો ઘટાડો થશે. સૌરભ પટેલના જણાવ્યા અનુસાર આ ભાવ ઘટાડાના પરિણામે સીએનજી વાહનચાલકોને સમગ્રતયા રૂ. 40 લાખની પ્રતિદિન બચત થશે.

પીએનજી-ગૃહ ગેસ 24 ટકા સસ્તો મળશે

પીએનજી-ગૃહ ગેસ 24 ટકા સસ્તો મળશે

પીએનજી-ગૃહ ગેસ વપરાશકારોને બે તબક્કામાં કિંમત ફેરફાર કરવામાં આવ્યા છે. 30 એસસીએમ સુધીનો વપરાશ કરનારા ગ્રાહકોને રૂ. 2.30 એટલે કે 8 ટકા જેટલા ભાવ ઘટાડાનો લાભ મળશે. જ્યારે 31થી 40 એસસીએમ સુધીનો ગેસ વાપરનારા ગ્રાહકોને રૂ. 10.87 એટલે કે 24 ટકા સસ્તો મળશે.

તો રૂ. ૬૦૦ કરોડની બચત થાત

તો રૂ. ૬૦૦ કરોડની બચત થાત

ગુજરાત હાઇકોર્ટે સૌ પ્રથમ જુલાઇ ૨૦૧૨માં ગુજરાતની માગણીનો સ્વીકાર કરી ચુકાદો આપ્યો હતા. જુલાઇ ૨૦૧૨માં જ આ ચુકાદાનો અમલ થયો હોત તો રાજ્યની જનતાને સસ્તો ગેસ મળતો થાત અને રૂ. ૬૦૦ કરોડની રકમ બચી શકી હોત તેમ પેટ્રોલિયમમંત્રીએ દાવો કર્યો હતો.

10.10 નો ઘટાડો

10.10 નો ઘટાડો

રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.

English summary
Gujarat government reduces prices of CNG-PNG across the State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X