For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના મોહલ્લા ક્લીનિકની જેમ જ ગુજરાતમાં સરકારે દીનદયાળ ક્લિનિક શરૂ કર્યાં

દિલ્હીના મોહલ્લા ક્લીનિકની જેમ જ ગુજરાતમાં સરકારે દીનદયાળ ક્લિનિક શરૂ કર્યાં

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી મોહલ્લા ક્લીનિકોના વિચારને રદ્દ કર્યાના મહિનાઓ બાદ હવે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શહેરો અને શહેરોના ગાઢ ગીચતાવાળા વિસ્તારોમાં નાનાં સ્વાસ્થ્ય કેન્દ્રો શરૂ કરવાનો ફેસલો લીધો છે. ગુજરાત સરકારે આ ફેસલો એવા સમયે લીધો છે જ્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં દસ સ્થળો પર વ્યાપક રૂપે પ્રશંસિત મોહલ્લા ક્લિનિક મોડલનું પરીક્ષણ અભિયાન શરૂ કર્યું. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ 11 ડિસેમ્બરે ગુજરાતમાં પોતાના "મોહલ્લા ક્લિનિક" મૉડલ પરીક્ષણ શરૂ કર્યું, જે બાદ ભાજપ સરકારે 21 ડિસેમ્બરે શહેરી ગરીબો માટે દીનદયાળ ક્લીનિકની ઘોષણા કરી.

mohalla clinic

ભાજપના એક ધારાસભ્યએ જ્યારે પૂછ્યું કે શું આ દિલ્હીના મોહલ્લા ક્લિનિક જેવું જ હશે. જેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, "સ્વાસ્થ્ય સેવાનું ગુજરાત મોડલ દિલ્હીના મોહલ્લા ક્લીનિક મોડલથી ક્યાંય સારું છે. કેટલાંય અન્ય રાજ્ય ગુજરાત મોડલને પૂનરાવર્તિત કરવાની કોશિશ કરી રહ્યા છે." પરંતુ ગુજાત સરકારના દીન દયાળ ક્લીનિકના પ્રસ્તાવ પર એક નજર નાખીએ તો માલૂમ પડે છે કે આ મૉડલ દિલ્હીના મોહલ્લા ક્લિનિક મૉડલની પ્રતિકૃતિ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સરકાર એક લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ઓપીડી સંચાલિત કરશે.

જણાવી દઈએ કે અગાઉ નીતિન પટેલે સંવાદદાતાઓને કહ્યું કે આ ક્ષેત્રોમાં દીનદયાળ ક્લીનિક પ્રાથમિકતાના આધારે શરૂ કરાશે. તેમણે કહ્યું કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ, નગર નિગમો અને નગરપાલિકાઓને આવા વિસ્તારોની પસંદગી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નીતિન પટેલે કહ્યું કે આ ક્લીનિકોમાં એમબીબીએસ અથવા આયુષ ચિકિત્સક દરરોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ઓપીડી દર્દીઓનો ઈલાજ કરશે અને મફત દવાઓ આપવામાં આવશે.

નીતિન પટેલે કહ્યું કે જો કોઈ દર્દીને ગંભીર બીમારી હોવાનું માલૂમ પડે છે તો તેને વિશેષ અથવા સુપર સ્પેશિયાલિટી ઉપચાર માટે રેફર કરવામાં આવશે, જેના માટે તે રાજ્ય સરકારની મા વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજ કરાવી શકે છે.

મહિલા સશક્તિકરણ વિના દેશ સશક્ત ના થઈ શકેઃ નવીન પટનાયકમહિલા સશક્તિકરણ વિના દેશ સશક્ત ના થઈ શકેઃ નવીન પટનાયક

English summary
Gujarat government’s Deen Dayal clinics is a replica model of Delhi’s Mohalla Clinic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X