For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારની હાઇ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજનાએ માછીમારોનો આર્થિક બોજો ઘટાડ્યો

ગુજરાત સરકારની હાઇ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજનાએ માછીમારોનો આર્થિક બોજો ઘટાડ્યો

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિશાળ દરિયાકિનારો આવેલો છે. રાજ્યમાં 1600 કિલો મીટરથી વધુ વિસ્તારમાં દરિયા કિનારો ફેલાયેલો છે, જેમાં રાજ્યના 15 જેટલા જિલ્લા જોડાયેલા છે. આ દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારી કરી ગુજરાન ચલાવતાં લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. દરિયામાંથી માછીમારી કરીને તેની નિકાસ કરવાનો મોટો વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. ત્યારે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના આર્થિક ઉત્કર્ષ માટે પણ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે.

bhupendra patel

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બજેટમાં મુકવામાં આવેલી યોજના પ્રમાણે મત્સ્યોદ્યોગ માટે 880 કરોડની જોગવાઇ કરવામા આવી છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે, આ ડિઝલમાં રાહત આપવા માટેની તો આ યોજના માટે 230 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

રાજ્યમાં માછીમારોના આર્થિક બોજાને હળવો કરવા અને માછીમારોને મળતા દરેક સ્તરના રાહત દરના ડીઝલની મર્યાદામાં 2 હજાર લીટરનો વધારો કરતી સાગરખેડૂ યોજના દ્વારા આ હાઇ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના શરૂ કરવામાં આવી છે. જેના કારણે માછીમારી માટે બોટમાં વપરાતાં ઇંધણમાં થતો ખર્ચનો બોજ માછીમારો માટે હળવો કરી શકાય. ત્યારે, માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ પણ પ્રતિ લિટરે 25 રૂપિયાની સહાયમાં વધારો કરી હવે 50 રૂપિયાની સબસિડી આપવાની અને વાર્ષિક 1500 લિટરની મર્યાદા કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ યોજનાથી વિશાળ દરિયાકિનારા પર માછીમારી કરતાં 50 હજાર કરતાં વધુ પરિવારોને તેનો સીધો આર્થિક લાભ ઉપલબ્ધ થશે.

આ અંગે ભાવનગરના સુરજ સોલંકી સાથે વાત કરતાં, તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ગત બજેટમાં ડીઝલની સબસિડીમાં રાહતની યોજના મુકવામાં આવી છે. જેમાં વધારો કરી 2 હજાર લીટર કરવામાં આવ્યો છે. ઇંધણના વધતાં ભાવની વચ્ચે આ રાહત માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે મોટી રાહત કરનારી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય રીતે સર્વાંગી લોકોના કલ્યાણ માટે સતત ચિંતિત છે. ત્યારે, તેમની રાજ્ય સરકારની આ સાગર ખેડૂ યોજના થકી દરિયા કાંઠાના સેંકડો પરિવારોના કલ્યાણ અને આર્થિક ઉત્કર્ષની આ યોજનાઓ પણ સર્વત્ર લાગુ કરી સામાન્ય લોકો સુધી તેનો લાભ આપી શકાય તે દિશામાં કાર્યરત છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી પરિવારીક આર્થિક સહાયની યોજનામાંની એક આ હાઇ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના અનેક પરિવારોના આર્થિક બોજ હળવો કરવામાં ફાયદારૂપ બની રહી છે.

English summary
Gujarat Government's High Speed Diesel VAT Relief Scheme reduced the financial burden of fishermen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X