• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લવ જેહાદના કાયદા પર હાઈકોર્ટેની રોકને ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે!

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારના વિવાદાસ્પદ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમના અમલ પર હાઈકોર્ટે રોક લગાવી છે. સરકાર દ્વારા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વધારા કરી લવ જેહાદ રોકવાનો દાવો કર્યો હતો. સુધારા બાદ અરજદારોએ હાઈકોર્ટમાં પહોંચી કાયદા પર રોક લગાવવા માંગ કરી હતી. જે બાદ હાઈકોર્ટે કાયદાની કેટલીક કલમોની અમલવારી પર રોક લગાવી દીધી હતી.

કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું છે. ખોટા હિંદુ નામ ધારણ કરી, હિંદુ ચિહ્નો ધારણ કરી, લોભ-લાલચ કે પ્રલોભનથી ફસાવીને બહેન-દિકરીઓ સાથે વિશ્વાસધાત કરીને કરવામાં આવતા લગ્નો ઉપર રોક લગવવાના શુભ ઇરાદાથી રાજય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈહુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

જાડેજાએ ઉમેર્યુ કે ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૩ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો છે, જે મુજબ લાલચને લગતી જોગવાઈમાં વધુ સારી જીવનશૈલી, દૈવી-કૃપા જેવી અન્ય જોગવાઈ ઉમેરવામાં આવેલી હતી. કપટયુક્ત સાધનોની જોગવાઈમાં ધાર્મિક ચિહ્નો વિગેરેનો ખોટો ઉપયોગ પણ ઉમેરવામાં આવેલો છે. આ ઉપરાંત કલમ-૩ની જોગવાઈમાં બળ, લાલચ, કપટ વગેરે માધ્યમો થકી કરાતા ધર્મપરિવર્તનમાં લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તન ન કરી શકાય તે માટે સુધારો કર્યો છે. જેનુ ધર્મ-પરિવર્તન કરવામાં આવેલ હોય તેનાથી નારાજ વ્યક્તિ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ પણ પોલીસમાં ફરિયાદ કરી શકે તે માટે જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે આ કાયદાની સુધારેલ કલમ-૩ મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ (force) દ્વારા, અથવા લાલચ/પ્રલોભન (allurement) દ્વારા અથવા કપટયુક્ત સાધનો (fraudulent means) દ્વારા અથવા લગ્ન (marriage) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ ૪-બ એ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.
વિશેષમાં તેમણે કહ્યુ કે આ કાયદાની કલમ-૫ જે આ કાયદાનું હાર્દ છે તે જોગવાઈ પણ આ સુધારેલા કાયદામાં યથાવત રાખવામાં આવેલ જેથી જ્યારે કોઇ વ્યક્તિ, ધર્મગુરુ કે મૌલવી કોઇ વ્યક્તિનું એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવા ધારે તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત બનાવવામાં આવેલ છે અને જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તેના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જોગવાઈ છે અને કોઇ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

તેમણે ઉમેર્યું કે, કેટલીક વ્યક્તિઓ દ્વારા આ કાયદાની જોગવાઇઓને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેની સુનવણી દરમિયાન, ૨૦૨૧ના સુધારેલા આ કાયદાના હેતુઓ તેમજ ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લીધા બાદ, ગુજરાતની નામદાર ઉચ્ચ અદાલતે તેના તારીખ ૧૯-૦૮-૨૦૨૧ના વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટતા કરી છે કે, આ અરજીઓની અંતિમ સુનાવણી બાકી છે ત્યાં સુધી કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ક ને બળજબરી/દબાણ અથવા પ્રલોભન/લાલચ અથવા કપટયુક્ત માધ્યમો વિના લાગુ પાડી શકાશે નહીં. આમ, ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવેલ હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ અને ૬ક લાગુ પડશે.

English summary
Gujarat government to challenge High Court's ban on Love Jihad Act in Supreme Court!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X