For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ફસાયા ગુજરાતના 80 લોકો, પાછા લાવવા મોદી સરકારને વિનંતી

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદથી પાકિસ્તાન બોખલાયેલું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં બે દિવસ ચાલનારી સમઝોતા એક્સપ્રેસ ટ્રેનને બંધ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદથી પાકિસ્તાન બોખલાયેલું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં બે દિવસ ચાલનારી સમઝોતા એક્સપ્રેસ ટ્રેનને બંધ કરી દીધી છે. પાકિસ્તાન સરકારે ભારત વિરુદ્ધ કેટલાક વધુ પ્રતિબંધો લગાવી દીધા છે. ગુજરાતમાં વસતા કેટલાક પરિવારો પાકિસ્તાનમાં ફસાયેલા છે. તેઓને ભારત આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

modi sarkar

પાકિસ્તાનના કરાચીમાં ગુજરાતના 80 થી વધુ નાગરિકો ફસાયેલા છે. તેમના પરિવારજનો ચિંતિત છે. ગોધરાના નાગરિકો જયારે પાકિસ્તાનમાં હતા ત્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીર માટે 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પીએમ મોદીનું વિમાન પાકિસ્તાન ઉપરથી પસાર થયું, ઇમરાન ધમકી જ આપતા રહ્યા

ગોધરામાં લઘુમતી સમુદાયના સંબંધીઓ પાકિસ્તાનના કરાચીમાં સ્થિત ગોધરા કોલોનીમાં રહે છે. આ પરિવારો ગોધરાથી પાકિસ્તાન સુધી માલ-સામાનની આપ-લે કરે છે. તહેવાર દરમ્યાન બંને દેશોમાં રહેતા પરિવારો સરહદ પાર કરે છે. એ જ રીતે છેલ્લા બે મહિનામાં ગોધરાના 80 થી વધુ લોકો પાકિસ્તાનના કરાચીમાં તેમના સબંધીઓને મળવા ગયા હતા. હવે તેઓ પાછા ભારત આવવાના છે પણ ટ્રાફિક સુવિધા નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બંને દેશો વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ છે. આવી સ્થિતિમાં, મહત્ત્વની વાત એ છે કે બંને દેશો વચ્ચે પરિવહનનો મુખ્ય સ્રોત એકમાત્ર રેલ્વે છે જે બંને દેશો તરફથી બંધ છે.

modi sarkar

છેલ્લા એક મહિનાથી પાકિસ્તાન ગયેલા ગોધરાના 80 થી વધુ નાગરિકો પાકિસ્તાનમાં ફસાયેલા છે. પાકિસ્તાનમાં ફસાયેલા આ લોકોના પરિવારોએ મોદી સરકારને અપીલ કરી છે કે તેઓ આ મામલાને ગંભીરતાથી લે અને તેમને દેશ પાછા લાવે. આ સમયે બંને દેશો વચ્ચેનો ટ્રાફિક સમાપ્ત કરવામાં આવ્યો છે.
English summary
Gujarat government urges Modi government to bring back 80 people trapped in Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X