For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ ગોવાના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સ્વીકારી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ઓગસ્ટ : તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ પામેલા રાજ્યપાલ ઓ પી કોહલીએ ગોવાના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળ્યો છે. ગોવાના રાજ્યપાલ તરીકેની તેમની સાદી શપથવિધિ પણજી પાસે આવેલા રાજભવનના દરબાર હોલમાં ગુરુવારે સાંજે યોજવામાં આવી હતી.

બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મોહિત શાંતિલાલ શાહે સત્તાવાર રીતે ઓ પી કોહલીને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર અને અન્ય માનનીય હાજર રહ્યા હતા.

o-p-kohli-1

શપથવિધિ બાદ ઓ પી કોહલી ગોવાના 18મા રાજ્યપાલ બન્યા છે. નોંધનીય છે કે રાજસ્થાનના રાજ્યપાલ માર્ગરેટ આલ્વાની રાજ્યપાલ તરીકેની મુદ્દત તાજેતરમાં પૂરી થઇ છે. તેઓ ગોવાના રાજ્યપાલ તરીકેનો વધારાનો હલાવો સંભાળતા હતા. તેમની નિમણૂંક ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર ડીલ કેસમાં સીબીઆઇની તપાસને કારણે બી વી વાંછૂએ રાજીનામુ આપ્યા બાદ કરવામાં આવી હતી.

English summary
Gujarat Governor OP Kohli assumes additional charge of Goa Governor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X