For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ક ન પહેરનારને કામ કરાવવાના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

માસ્ક નહિ પહેરનારાને કોરોના સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી સેવા કરાવવાના હાઈકોર્ટ(ગુજરાત ઉચ્ચ ન્યાયાલય)ના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ માસ્ક નહિ પહેરનારાને કોરોના સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી સેવા કરાવવાના હાઈકોર્ટ(ગુજરાત ઉચ્ચ ન્યાયાલય)ના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉચ્ચ ન્યાયલયના ચીફ જસ્ટીસ વિક્રમ નાથની બેંચે સુનાવણી કરીને કહ્યુ હતુ કે માસ્ક ન પહેરનારા સામે દંડ વસૂલવો પૂરતો નથી. માસ્ક ન પહેરનારાઓ સેવા કરાવવા માટે સરકાર કોઈ સંસ્થાને જવાબદારી સોંપે. ચીફ જસ્ટીસ વિક્રમનાથે કહ્યુ કે આ એક મહત્વનો મુદ્દો છે, માસ્ક પહેરવુ બધા માટે જરૂરી છે.

mask-social disancing

તમને જણાવી દઈએ કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં રાજ્ય સરકાર તરફથી કોરોનાની સ્થિતિ પર કહેવામાં આવ્યુ હતુ કે 108 એમ્બ્યુલન્સ સેવા અને 104 સેવાને મળતા ફોન કૉલ, હોસ્પિટલોમાં ભરતી થતા દર્દીઓની સંખ્યા, દર્દીઓને અપાતા ઑક્સિજન અને ઈંજેક્શનની કમીને જોઈએ તો છેલ્લા ત્રણ દિવસોમાં સ્થિતિ સુધરી છે. સરકારે એ પણ કહ્યુ હતુ કે સોમવાર સુદી સ્થિતિ વધુ સારી થઈ જશે. સરકારે ઉચ્ચ ન્યાયલયમાં જણાવ્યુ કે રાજ્યમાં કડકાઈથી નિયમ લાગુ કરવા માટે ચાર રસ્તે પોલિસ તૈનાત કરી રાખી છે. પરંતુ ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સરકારની વાતોથી સંતુષ્ટ નથી.

ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય જજે કહ્યુ કે માસ્ક વિના પકડાતા લોકોને કોવિડ સેન્ટર્સ પર સામાજિક સેવા કરાવો. તેમણે કહ્યુ કે માસ્ક ન પહેરનારાને ગુજરાતમાં કોરોના સેન્ટર્સ પર 5-6 કલાક સેવા કરવી પડશે. લોકોને આ રીતે 5થી 15 સુધી રાખવામાં આવશે. આ આદેશને કોવિડ-નિયમનુ ઉલ્લંઘન કરનારા માટે અનિવાર્ય કરવા માટે કહેવામાં આવ્યુ. આ બધુ એક કોરોના સેન્ટરમાં સેવા કરવાની અરજી પર થયુ અને રાજ્ય સરકારને નોટિસ જારી કરવા માટે કહેવામાં આવ્યુ.

RBIએ HDFC બેંકને મોકલી નોટિસ, ડિજિટલ કામકાજ પર લગાવી રોકRBIએ HDFC બેંકને મોકલી નોટિસ, ડિજિટલ કામકાજ પર લગાવી રોક

English summary
Gujarat govt approaches the Supreme Court against the Gujarat High Court order over community service for not wearing mask.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X