For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ગુજરાતનુ બજેટ, જાણો કોણ છે ગુજરાતનું બજેટ રજૂ કરનાર નાણામંત્રી કનુ દેસાઈ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની આગેવાનીમાં નાણામંત્રી કનુ દેસાઈ પોતાનુ પહેલુ બજેટ રજૂ કરશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત સરકાર આજે પોતાનુ બજેટ રજૂ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની આગેવાનીમાં નાણામંત્રી કનુ દેસાઈ પોતાનુ પહેલુ બજેટ રજૂ કરશે. આ વખતનુ બજેટનો આકાર 2.40 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે. જાણકારો મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં સત્તામાં આવવા સાથે વિવિધ વર્ગોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઝલક તેમના બજેટમાં પણ જોવા મળશે.

who is kanu desai

આ વર્ષે વિધાનસભા ચૂંટણી, માટે બજેટ છેલ્લુ

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે અને અહીં વર્તમાન સરકારનુ છેલ્લુ બજેટ છે માટે સરકાર દ્વારા આને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પેટ્રોલ અને ડીઝલના વેટમાં ઘટાડા બાદ સરકારની વેટ આવકમાં 700 કરોડ રૂપિયા પ્રતિ માસની કમી આવી છે. વળી, બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર તરફથી અપાતી જીએસટીમાં છૂટ આગલા જૂનથી બંધ કરી દેવામાં આવશે. જેનાથી સરકારી આવકમાં ઘટાડો થશે પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય આવકની ભરપાઈ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુલ મળીને આ બજેટ 2 લાખ કરોડ રૂપિયાનુ હશે.

નાણામંત્રી કનુ દેસાઈનુ પહેલુ બજેટ

આ વખતનુ બજેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ માટે પહેલુ બજેટ હશે જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનુ પણ પહેલુ બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ગયા સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. પારડીમાં ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવતા કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદેથી રાજકીય કરિયરની શરુઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીતી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજાર વધુ મતે જીત મેળવી હતી. કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સાત વર્ષ સુધી રહ્યા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

English summary
Gujarat govt budget 2022-23: Finance Minister Kanu Desai first time present today the budget of more than Rs 2 lakh crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X