ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે.

અગાઉ 19 અને 20 માર્ચે થયેલા વરસાદ બાદ હવે ફરી નવો રાઉન્ડ આવશે. એક નવી હવામાન સિસ્ટમ 'ટ્રફ' સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

આ સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડી શકે છે. ખેડૂતોને સમયસર પૂર્વ તૈયારી કરી પાક સુરક્ષિત રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, આ સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ તરીકે દેખાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેની વધુ અસર વર્તાશે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં વરસાદી ઝાપટાં પડવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સામાન્યથી ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.

આ વખતે વરસાદની તીવ્રતા કદાચ ઓછી હશે પરંતુ પવનની ગતિ વધુ રહેશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરાઈ છે.

રાહતની વાત એ છે કે મોટાભાગના શિયાળુ પાકની કાપણી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે. જોકે, ઉનાળુ પાક અને શાકભાજી માટે આ વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે.

બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ અને લીંબુને આ માવઠાથી મોટું નુકસાન થઈ શકે છે. પવનના કારણે આંબા પરથી કેરીનો ફાલ ખરી પડવાની શક્યતા સેવાઈ રહી છે.

ખેડૂતોને સલાહ છે કે 28 થી 30 માર્ચ દરમિયાન ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત કરી લેવો. સંભવિત નુકસાનીથી બચવા માટે પાકને ગોડાઉનમાં ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X