આસારામ બાપુને 25 હજારનો દંડ ફટકારતી ગુજ. હાઇકોર્ટ

asaram bapu
અમદાવાદ, 22 નવેમ્બર: સંત આસારામ બાપુને ગુજરાત હાઇકોર્ટે જુલાઇ 2008ના દીપેશ-અભિષેકના મામલે દાખલ કરેલી પીટીશન દાખલ કરીને 25 હજારનો દંડ ફટકાર્યો છે. આસારામ બાપુએ આ કેસની તપાસ કરી રહેલા પંચની પ્રથમ ડિસેમ્બરના રોજ રજૂ થનારા રિપોર્ટને પડકાર્યો હતો. એટલું જ નહીં પરંતુ ગુજરાત કોર્ટે અરજીકર્તા પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

કોર્ટે દંડ ફટકરવાની સાથે સાથે છ મહિનામાં દંડની રાશિ ભરપાઇ કરવાની તાકિદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇ 11 નવેમ્બરના રોજ હાજર થઇ ચૂક્યા છે. અરજીકર્તાએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે તપાસપંચ અસંગત સવાલ પૂછવાના કારણે આસારામની ગરિમામાંને ઠેસ પહુંચી શકે છે. માટે તેઓ તપાસપંચ સામે આવવાનો ઇનકાર કરે છે. તેમના દેશ-વિદેશમાં ઘણા આશ્રમો છે જેના કારણે તેઓ દરેક સ્થેળે પહોંચી શકે તેમ નથી.

અરજીમાં જણાવાયું છે આ આખી ઘટનાથી આસારામ બાપુને કોઇ લેવાદેવા નથી. છતા તેમને કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ પાઠવવામાં આવે છે, જેના કારણે તેમની ગરિમાંને ઠેસ પહોંચે છે.

સુનવણી દરમિયાન અદાલતે આસારામના વકીલને પ્રશ્ન કર્યો કે તેમણે આ અંગેની અરજી પહેલા પણ કરી ચૂક્યા છે. જે સત્યને કેમ છુપાવવામાં આવ્યું ? સમન્સ પાઠવવા છતા હાજરી નહી આપવાના કારણે ગુજરાત હાઇકોર્ટે આસારામ બાપુ પર 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X