માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ ઝડપથી વધવાની પૂરેપૂરી શક્યતા છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઊંચો જવાથી નાગરિકોએ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 8 થી 10 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે વાતાવરણમાં મોટા પલટા આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 15 માર્ચ પછી રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. 18 માર્ચ બાદ ગરમીનું જોર વધતા અનેક શહેરોમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે.

આ વર્ષે હોળીના તહેવારને લઈને પણ નિષ્ણાંત દ્વારા જ્યોતિષીય દ્રષ્ટિએ મહત્વની વિગતો શેર કરવામાં આવી છે. હોલિકા દહન આ વખતે વિષ્ટી યોગમાં થવાનું હોવાથી તેની નકારાત્મક અસરો થવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X