ભારે વરસાદના પગલે વડોદરા બેહાલ, 6ના મોત, શાળા કોલેજો બંધ
હાલમાં ભારે વરસાદના કારણે ગુજરાત બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ભારે વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે.
હાલમાં ભારે વરસાદના કારણે ગુજરાત બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ભારે વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, રાજકોટ, સુરત સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વડોદરામાં માત્ર છ કલાકમાં 10 ઈંચ વરસાદ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. માહિતી અનુસાર વડોદરામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 6 લોકો મોતના શિકાર થઈ ગયા છે.

ભારે વરસાદથી બેહાલ વડોદરા
વરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સીએમ વિજય રૂપાણીએ ભારે વરસારના પગલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. સીએમે સ્થાનિક પ્રશાસનની મદદ કરવા માટે બે આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. બેઠક દરમિયાન સીએમ રૂપાણીએ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી હટવા માટે પણ કહ્યુ છે.
|
ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
ચોમાસાનુ લો પ્રેશર ગુજરાતમાં સારો વરસાદ કરાવી શકે છે. હવામાન વિભાગે અહીં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, સરકારી આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 58 લાખ હેક્ટરમાં પાક વાવણી થઈ ચૂકી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો માટે લાભકારક રહેશે. જો કે ક્યાંક ક્યાંક મૂસળધાર વરસાદથી સંકટ પણ ઉભુ થઈ શકે છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યાં એનડીઆરએફની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ચોમાસાની સમીક્ષા માટે વેધર વૉચની મીટિંગમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
|
સૌરાષ્ટ્રમાં હાઈ એલર્ટ
સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે અમુક ક્ષેત્રોમાં બંધ પર હાઈ એલર્ટ અને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યભરમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ સાથે પ્રશાસનિક સેવા પણ સતર્ક કરી દેવામાં આવી છે. પ્રત્યેક ટીમને નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગિર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે એક ટીમ વડોદરા અને ત્રણ ગાંધીનગરમાં તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદનું અનુમાન
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે પૂર્વી મધ્ય પ્રદેશમાં હવાના દબાણના કારણે દક્ષિણ ગુજરાત સાથે સાથે રાજ્યના વિવિધ ભાગોમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને કચ્છ ક્ષેત્રમાં નીચા દબાણના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
