
મરણપથારી પર રહેલા પતિના સ્પર્મથી માતા બનશે પત્ની, હાઇકોર્ટે આપી મંજૂરી
વડોદરા - ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના સંક્રમણ બાદ મલ્ટિપલ ઓર્ગન ફૈલિયરને કારણે મરણ પથારી પર રહેલા પતિના વીર્યના માધ્યમથી તેની પત્નીને માતા બનવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહિલાએ પોતે જ આ મંજૂરી માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ અરજીની સુનાવણી કરતા સમયે હાઈકોર્ટના ન્યાયાધીશ પણ એક ક્ષણ માટે અચંબિત થઈ ગયા. જોકે બાદમાં ન્યાયાધીશ દ્વારા મહિલાની ઇચ્છા પૂરી કરવા માટે હોસ્પિટલને સૂચન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ દ્વારા કાયદેસરની મંજૂરી લઇને આવવા માટે જણાવાયું હતું
આ અગાઉ વડોદરાની એક હોસ્પિટલ દ્વારા પતિ જગૃત અવસ્થાકાયદેસરની મંજૂરી લઇને આવવા માટે જણાવવામાં આવ્યું હતુંમાં ન હોવાના કારણે, આ મહિલાને તેના પતિ પાસેથી વીર્ય લઈને IVF કે ARTની મદદથી ગર્ભધારણ કરવા માટે કાયદેસરની મંજૂરી લઇને આવવા માટે જણાવવામાં આવ્યું હતું.
પતિ હાલ વેન્ટિલેટર પર
આ મહિલાએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ઓક્ટોબર, 2020માં થયા હતા. જે બાદ તે અને તેનો પતિ વિદેશ જતા રહ્યા હતા, પરંતું કમનસીબે તેના સસરાને ફેબ્રુઆરી, 2021માં હાર્ટ એટેક આવ્યો હતો. જે કારણે તેને અને તેના પતિને ભારત પરત આવવું પડ્યું હતું. જે દરમિયાન તેના પતિને કોરોના સંક્રમણ થયું હતું. તેના પતિને 10 મેના રોજ વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનો પતિ હાલ વેન્ટિલેટર પર છે. તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
શુક્રાણુ લેવા માટે પૂર્વ મંજૂરી જરૂરી
ભારતમાં કોઇ વ્યક્તિના શુક્રાણુ લેવા માટે પુરુષની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. જે માટે ICMRA સ્પર્મ બેંક દ્વારા ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. ડૉકટર્સ પોતાની રીતે કોઇનું સ્પર્મ લઇ શકતા નથી, પરંતુ જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે અથવા કોમામાં છે, તેવા લોકો માટે નિયમમાં કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પહેલા પણ નોંધાયો હતો આવો કિસ્સો
2018માં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં માતા-પિતા રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 22 વર્ષીય અપરિણીત પુત્રના વીર્યને સાચવીને રાખવા માંગતા હતા. જોકે નિયમોમાં આવી કોઇ જોગવાઇ ન હોવાને કારણે તે શક્યું બન્યું નહીં. બાદમાં આ યુવકનું મોત નીપજ્યું હતું.