બિસ્માર રસ્તાઓ મામલે ગુ.હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર

Subscribe to Oneindia News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના તમામ મોટા રસ્તાઓ અને તેને સાંકળતા રસ્તાઓ અંગે અહેવાલ રજૂ કરે. અમદાવાદના સૌથી ખરાબ રસ્તાઓ, ઓછા તૂટેલા રસ્તાઓ અને થોડા ટૂટેલા રસ્તાઓ અંગે ક્લાસિફિકેશન કરી અહેવાલ રજૂ કરે કે કયા રસ્તા પર રિસરફેસિંગ અને કયા રસ્તા પર પેચવર્ક જરૂરી છે તે જણાવે. હાઈકોર્ટનો મેટ્રોરેલ ઓથોરિટીને પણ હુકમ થયો છે. હુકમમાં કોર્ટે કહ્યું કે તંત્ર મેટ્રોરેલની આસપાસના તમામ રસ્તાઓ 15 દિવસમાં મોટરેબલ કરે. આમ બિસ્માર રસ્તાઓ મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પર ફટકાર વર્સાવ્યો છે.

Gujarat

હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ છેકે વર્ષોથી પડી રહેલી ડ્રાફ્ટ પ્લાનિંગ સ્કીમ ક્યાં સુધીમાં ફાઇનલાઇઝ થશે તે અંગે જવાબ રાજ્ય સરકાર રજૂ કરે. ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસરને આગામી મુદ્દતે રૂબરૂ હાજર રહેવા માટે કોર્ટે ફરમાન કર્યું છે. જે પર 30 જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ અનેક લોકોએ બિસ્માર રસ્તાઓ મામલે ફરિયાદ કરી હતી. અને રોડ ઠીક ના થાય તો વોટ નહીં આપવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જે બાદ તંત્ર દ્વારા અમદાવાદ સમેત અનેક શહેરોના રસ્તાઓ રાતો રાત ઠીક કરવામાં આવ્યા હતા. પણ તેમ છતાં રસ્તાઓની બિસ્માર હાલતનો પ્રશ્ન હજી પણ તેવોને તેવો જ રહ્યો છે.

English summary
Gujarat High Court ask Ahmedabad Municipality and Gujarat government on bad condition of roads

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.