For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરોડા પાટિયા દંગામાં બાબુ બજરંગીને દોષી, માયા કોડનાની નિર્દોષ

ગુજરાત ઉચ્ચ અદાલત ઘ્વારા વર્ષ 2002 દરમિયાન થયેલા નરોડા પાટિયા દંગા મામલે નિર્ણય આપવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાત ઉચ્ચ અદાલત ઘ્વારા વર્ષ 2002 દરમિયાન થયેલા નરોડા પાટિયા દંગા મામલે નિર્ણય આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ હર્ષા દેવાની અને એ.એસ સુપેહીયા ઘ્વારા સુનાવણી પછી ઓગસ્ટમાં આદેશ સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો. આજે મોટો નિર્ણય સંભળાવતા તેમને આરોપી બાબુ બજરંગીને દોષી જાહેર કર્યો છે. કોર્ટ ઘ્વારા બાબુ બજરંગીને 21 વર્ષની કેદની સજા આપી છે. એટલું જ નહીં પરંતુ આ મામલે પૂર્વ મંત્રી માયા કોડનાની ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બાબુ બજરંગીને 21 વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે. બાબુ બજરંગી સિવાય આ મામલે બીજા આરોપી કિશન કોરની, મુરલી નારણભાઇ સિંધી અને સુરેશ લંગાડોને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ વિક્રમ છારા અને ગણપતિ છનાજી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

maya kodnani

આપણે જણાવી દઈએ કે ઓગસ્ટ 2012 દરમિયાન એસઆઈટી મામલા માટે વિશેષ અદાલતે ભારતીય જનતા પાર્ટી મંત્રી માયા કોડનાની સહીત 32 લોકોને સજા સંભળાવી હતી. જેમાં તેમને કારાવાસની સજા આપવામાં આવી હતી. માયા કોડનાનીને 28 વર્ષની સજા આપવામાં આવી હતી. બીજા એક હાઈ પ્રોફાઈલ બજરંગ દળ પૂર્વ નેતા બાબુ બજરંગીને આજીવન જેલની સજા આપવામાં આવી હતી. સાત આરોપીઓને 21 વર્ષ જેલની સજા આપવામાં આવી હતી.

ગયા વર્ષે 28 સપ્ટેમ્બર દરમિયાન ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોડનાની મામલે ગવાહી આપી હતી. અમિત શાહ ઘ્વારા અદાલતમાં કહેવામાં આવ્યું હતું કે 28 ફેબ્રુઆરી 2002 સવારે 8.30 વાગ્યે વિધાનસભા સત્ર હતું. દંગામાં મરી ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ત્યારપછી સવારે 9.30 વાગ્યાથી 9.45 વાગ્યા સુધી તેઓ સિવિલ હોસ્પિટલમાં હતા અને ત્યાં તેમને માયા કોડનાની સાથે મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં નારેબાજી થવાને કારણે પોલીસે મને ત્યાં રોકવા દીધો નથી. પોલીસ મને અને કોડનાની ને પોલીસ ગાડીમાં લઈને ગયી હતી.

અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને કોડનાની ને જોયા ના હતા, પરંતુ નીકળતી વખતે તેમને કોડનાની ને જોયા હતા. અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ હોસ્પિટલથી જઈ રહ્યા હતા ત્યારે તેઓ લોકોથી ઘેરાયેલા હતા. પોલીસ જીપમાં માયા કોડનાની અને મને અમારી ગાડીમાં લઇ જવામાં આવ્યા. તે વખતે 11.00 થી 11.15 જેટલો સમય હતો.

English summary
Gujarat high court naroda patiya riot case verdict maya kodnani babu bajrangi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X