સ્વાઇન ફ્લુ મામલે ગુજરાત સરકારને હાઇકોર્ટની ફટકાર

gujarat high court
અમદાવાદ, 22 માર્ચ: રાજ્યમાં સ્વાઇન ફ્લુનો વધતો જતો કાળો કેર અને તેના કારણે થઇ રહેલા ટપોટપ મૃત્યુને પગલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. હાઇકોર્ટે ગુજરાત સરકારને પાંચ દિવસની અંદર એક્સન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ નોટિસ એટલા માટે ફટકારી કારણે કે સાબરમતી જેલના 6થી 7 કેદીઓએ હમણા હમણા જામીન પર છોડવા માટે અરજી કરી છે અને તેમણે એવો હવાલો આપ્યો છે કે તેમના સંબંધીઓને સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુની ગંભીર બીમારી થઇ છે માટે તેમને તાકિદે જામીન આપવા વિનંતી. જેના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે કે સ્વાઇન ફ્લુને અટકાવવા સરકાર શું પગલા ભરી રહી છે.

હાઇકોર્ટે ગુજરાત સરકાર ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનને પણ એક્સન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા છે, તેમજ તેઓ સ્વાઇન ફ્લુને અટકાવવા શું પગલા લીધા અને શું પગલા ભરવાના છે, તેમજ હોસ્પિટલ આ અંગે કેવી સારવાર આપી રહી છે તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધી 6.3 ટકા સ્વાઇન ફ્લુના કેસો નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી રાજ્યામાં 123 જેટલા લોકોના સ્વાઇન ફ્લુના કારણે મોત થઇ ચૂક્યા છે. જોકે હજી આ આંકડો વધવાની શક્યતા છે. જોકે હાઇકોર્ટે આ આંકડાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X