For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી મહિલાઓ પર કોરોનાનો કહેર, ગુજરાતની હોસ્પિટલોમાં સેંકડો ભરતી, જિંદગી બચાવવી મુશ્કેલ

યુવા, વયસ્ક, વૃદ્ધો અને હવે ગર્ભવતી મહિલાઓ પણ વાયરસથી સંક્રમિત થઈ રહી છે. ગર્ભવતી મહિલાઓના સંક્રિમત થવાનો દર ઘણો વધુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની અસર દિવસેને દિવસે વધી રહી છે. એક દિવસમાં અહીં 9,541 કોરોના પૉઝિટીવ કેસ મળ્યા અને રેકૉર્ડ 97 મોત થયા છે. યુવા, વયસ્ક, વૃદ્ધો અને હવે ગર્ભવતી મહિલાઓ પણ વાયરસથી સંક્રમિત થઈ રહી છે. ગર્ભવતી મહિલાઓના સંક્રિમત થવાનો દર ઘણો વધુ છે. કોરોનાના કહેરના કારણે આવી મહિલાઓ આઈસીયુમાં ભરતી કરવામાં આવી રહી છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં મેડિસિન પ્રોફેસર ડૉ.મનિલા પટેલે કહ્યુ, 'અમે એ માનતા હતા કે માતાઓ બચેલી રહેશે પરંતુ હવે જોઈ રહ્યા છે કે સ્થિતિ ખૂબ જ ભયાનક થઈ ગઈ છે.'

700 ગર્ભવતી મહિલાઓમાંથી એક પણનો જીવ બચાવી શકાયો નહિ

700 ગર્ભવતી મહિલાઓમાંથી એક પણનો જીવ બચાવી શકાયો નહિ

એસવીપી હોસ્પિટલ(સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ)માં લગભગ 700 કોવિડ પૉઝિટીવ ગર્ભવતી મહિલાઓની ડિલીવરી કરાવી પરંતુ એકનો પણ જીવ બચાવી શકાયો નહિ. કોરોનાના નવા સ્ટ્રેનના કારણે વધુ જીવ જઈ રહ્યા છે. સરકારી અધિકારી શ્વેતા મહેતા સાહુનુ મોત પણ આવા સમયમાં જ થયુ જે નવ મહિના ગર્ભવતી હતા. ડૉક્ટરોએ 35 વર્ષીય મહિલાને બચાવવા માટે તેના બાળકની ડિલીવરી કરાવી પરંતુ દીકરી અને મા બંનેનુ મૃત્યુ એક જ દિવસમાં થઈ ગયુ.

ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર

ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર

ડૉ. શાહે કહ્યુ, 'હાલમાં અમારી પાસે ત્રણ ગર્ભવતી મહિલાઓ છે જે કોરોના સામે લડી રહી છે અને વેંટીલેટર પર છે. જેમાં એક ગર્ભવતી મહિલા એવી છે જેને જોડિયા બાળકો થયા. ડૉક્ટરો પર ડિલીવરી કરાવવા અને માના જીવનને બચાવવાનુ દબાણ છે પરંતુ તે સ્થિતિ આગળ મજબૂર છે. માતાઓ અને તેમના પરિવારોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને સંક્રમિત થવાથી બચવા માટે તેઓ હોમ ક્વૉરંટાઈનનો સહારો પણ લઈ શકે છે આવા પગલાં જ સૌથી સારો ઈલાજ છે.'

યુવા ગર્ભવતી મહિલાઓ અને બાળ રોગીઓ પર કોરોનાની ગંભીર અસર

યુવા ગર્ભવતી મહિલાઓ અને બાળ રોગીઓ પર કોરોનાની ગંભીર અસર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે ગર્ભવતી મહિલાઓએ ફેફસાની નબળાઈ સામે લડતા કોરોના સામે પોતાનો જીવ ગુમાવ્યો. સુરતમાં ડૉક્ટરોએ કહ્યુ કે 20-30 વર્ષની યુવા ગર્ભવતી મહિલાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. ડૉ. દિપ્તી પટેલે કહ્યુ, 'ગયા વર્ષે સંક્રમિત ગર્ભવતી મહિલાઓ કોઈ જટીલતા વિના રિકવર થઈ રહી હતી પરંતુ આ વખતે ગર્ભવતી મહિલાઓને ઑક્સિજન સપોર્ટ અને ઈનવેસીવ થેરેપી જેવી મદદ અને 30 ટ કાથી 40 ટકા ફેફસાના નુકશાન સાથે ભરતી કરવામાં આવી રહી છે.' રાજકોટમાં પલ્મોનોલૉજિસ્ટ ડૉ. નીરજ મહેતાએ કહ્યુ કે અમારે ત્યાં 10 ગર્ભવતી મહિલાઓ આવી. અમે જોયુ કે ગર્ભવતી મહિલાઓ અને બાળ રોગીઓ પર કોરોના બહુ જ ખરાબ રીતે અસર કરી રહ્યો છે. તેને જોઈને તકલીફ થાય છે.

Delhi Lockdown: દિલ્લીના મિની લૉકડાઉનમાં શું ખુલ્લુ રહેશે?Delhi Lockdown: દિલ્લીના મિની લૉકડાઉનમાં શું ખુલ્લુ રહેશે?

English summary
Gujarat: Hundreds of pregnant women become covid positive in second wave of corona pendemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X