ગુજરાતના ખાતામાં વધુ એક સિદ્ધી, LEADS-૨૦૨૨માં ટોપ પર્ફોર્મર સ્ટેટની યાદીમાં સમાવેશ!
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ LEADS-૨૦૨૨માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
ગાંધીનગર : ગુજરાતે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ LEADS-૨૦૨૨માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગેના વર્કશોપ દરમ્યાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા LEADS રિપોર્ટ મુજબ, ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં સતત ચોથીવાર અગ્રિમ રાજ્યની શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે.
ગુજરાત આ અગાઉ ર૦૧૮, ર૦૧૯ અને ૨૦૨૧ એમ ત્રણેય વર્ષોમાં LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. આ વર્ષે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાજ્યોને ક્રમ આપવાને બદલે પર્ફોર્મન્સ આધારિત વિવિધ શ્રેણીમાં સામેલ રાજ્યોની યાદી જાહેર કરી છે.
દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજિસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો, મંતવ્યો મેળવીને તથા ઓનલાઇન સર્વે હાથ ધરીને આ LEADS ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાંથી ર૧૦૦ જેટલા રિસ્પોન્ડર્સ પાસેથી ૬પ૦૦ થી વધુ અભિપ્રાયો મળ્યા હતા.
લિડસ-ર૦રર અન્વયે આ વર્ષે કલાસીફિકેશન બેઇઝડ પરફોમન્સ ગ્રેડીંગ આપવામાં આવેલા છે. ગુજરાતે તેમાં ૯૦ ટકાથી વધુ રેન્કીંગ મેળવી એચીવર્સ કેટેગરીમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન અંકિત કર્યુ છે. અહીં તમને જણાવી દઈએ કે, ૧૬૦૦ કિ.મી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દેશના ૪૦ ટકા કાર્ગો વહન કરે છે.
કોરોના મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવથી પોતાના વ્યવસાય કારોબાર કરવા ગુજરાતમાં આવી રહેલા ઉદ્યોગોને આ રોબસ્ટ લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ મેળવવામાં લિડસ-LEADS ઇન્ડેક્ષમાં ગુજરાતની આ સતત ચોથા વર્ષની અગ્રેસરતા પ્રોત્સાહક અને આકર્ષણ રૂપ બનશે.












Click it and Unblock the Notifications
