For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વિરોધી રસી અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરમાં આવેલ ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે 'ટુ ગેધર વી ફ્લાય' જાહેર કલાકૃતિને ખુલ્લી મૂકીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં સાડા સાત કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. 'ટુ ગેધર વી ફ્લાય'નો સંદેશ દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો લાવી શકીએ છીએ.

Bhupendra Patel

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાકી ગયુ હતુ ત્યારે ભારતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો. આ જ ભૂમિ પરથી કોરોના વિરોધી સ્વદેશી વેક્સીન બનાવવામાં આવી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોના કાળમાં ફરજ બજાવનાર તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યુ કે, 'તબીબો અને આરોગ્યકર્મીઓની સમર્પિત ભાવનાના કારણે જ કોરોનાને કાબુ રાખવામાં આપણને સફળતા મળી છે. હારશે કોરોના, જીતશે ગુજરાતનો સંકલ્પ આપણે સહુ સાથે મળીને સાકાર કરીશુ. '

તમને જણાવી દઈએ કે પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ ટુ ગેધર વી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટ ઉંચી છે. જે ઝાયડસ ગ્રુપના આઈકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે. કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાયડસના પંકજ પટેલે જણાવ્યુ હતુ કે અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક ફરજને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોરોના કાળમાં પણ અમે સામાજિક ફરજ નિભાવી છે. કોરોના કાળમાં જરૂરી દવાઓનુ ગુજરાત અને ભારતમાં ઉત્પાદન થયુ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.

English summary
Gujarat is leading in anti-corona vaccination campaign across the country: CM Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X