ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસશિયો 38 ટકાથી ઘટીને 3 ટકાએ પહોચ્યો
ગાંધીનગર મહત્મા મંદિર ખાતે નેશનલ કૉન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ યોજાઇ હતી. જેમા મુખઅયમંત્રી સમાજમાં નવી ચેતના ઉર્જા, શિક્ષણ થકી જ સંભવ બને છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર વિદ્યાધન એ શ્રેષ્ઠ ધન છે. તેમણે જણાવ્યુ હતુ
ગાંધીનગર મહત્મા મંદિર ખાતે નેશનલ કૉન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ યોજાઇ હતી. જેમા મુખઅયમંત્રી સમાજમાં નવી ચેતના ઉર્જા, શિક્ષણ થકી જ સંભવ બને છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર વિદ્યાધન એ શ્રેષ્ઠ ધન છે. તેમણે જણાવ્યુ હતુ કે, ટીચિંગ અને લર્નિંગની પ્રક્રિયા રિડિફાઇન, રિડિઝઆઇન કરતા રહેવું જોઇએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈએ 34 વર્ષ જૂની શિક્ષણનીતિમાં પરિવર્તન આણ્યું છે. નરેન્દ્રભાઈના કેન્દ્રમાં શાસનમાં 8 વર્ષ દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણય કર્યા છે. નવી શિક્ષમ નીતિ એ તે પૈકીનો એક નિર્ણય છે. શિક્ષણ સાથે સાથે કૈશલ્યવર્ધન પર ધ્યાન આપવા પર પણ જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશમાં 1 કરોડ 34 લાખ યુવાનોનું કૌશલ્યવર્ધન કરાયું.છે.બાળકોમાં વૈજ્ઞાનિક માનસ વિકસે તે માટે દેશમાં 9 હજારથી વધુ અટલ ટીન્કરીંગ લેબ પણ આવેલ છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોના પગલે ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. આજે ડ્રોપ આઉટ રેશિયો 38 ટકાથી ઘટીને 3 ટકા થયો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રહેશે. ગુજરાત સરકારનો કોરોના સમયના ઈ-લર્નિંગ કાર્યક્રમને યુટ્યૂબ સિલ્વર એવોર્ડ એનાતય થયો છે. ગુજરાત સરકારની "ગુજરાત ઈ-ક્લાસ" યુ ટ્યૂબ ચેનલને એવોર્ડ મળ્યો હતો.દીક્ષા" પ્લેટફોર્મના ઉપયોગમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ રહ્યુ છે.ગુજરાતમાં 3 વર્ષમાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ હેઠળ 16 હજારથી વધુ સ્માર્ટ ક્લાસ બન્યા છે.માઈક્રોસોફ્ટ ટીમના વર્ચ્યૂઅલ ક્લામરુમમાં દુનિયામાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યુ હતુ. ગુજરાતમાં 15 હજાર પ્રાથમિક શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
