For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid 19 Test મામલે ગુજરાત પાંચમા નંબરે, કુલ 95000થી વધુ ટેસ્ટ થયા

Covid 19 Test મામલે ગુજરાત પાંચમા નંબરે, કુલ 95000થી વધુ ટેસ્ટ થયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીએ આખા વિશ્વને ઘૂંટણીયે લાવી દીધું છે. દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ ગુજરાતમાં જ નોંધાયા છે જ્યાં અમદાવાદમાં આખા ગુજરાતની સરખામણીએ દરરોજ 50 ટકાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ગુજરાતમાં ટેસ્ટ રેટ ઓછો હોવાને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસના પોઝિટિવ કેસના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો નંબર આવે છે, જ્યાં 6 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદની સ્થિતિ સૌથી કફોડી છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત વિવિધ જિલ્લાઓની બોર્ડર પણ સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે.

95191 ટેસ્ટ થયા

95191 ટેસ્ટ થયા

ગુજરાતમાં 7 મે સુધીમાં 95191 ટેસ્ટ થયા હતા, જે અહીંના વધતા કેસની દ્રષ્ટિએ બહુ ઓછા કહેવાય. તમિલનાડુમાં 4829 કેસ પોઝિટિવ કેસનો રોશિયો 2.6 ટકા હોવા છતાં 1 લાખ 88 હજાર 241 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં ટેસ્ટ ટૂ પોઝિટિવ કેસનો રેટ મહારાષ્ટ્ર (9.2%) અને દિલ્હી (7.7%) પછી સૌથી વધુ 7% હોવા છતાં ગુજરાત ટેસ્ટિંગના મામલે ઘણું પાછળ છે.

કયા રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા જાણો

કયા રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા જાણો

જણાવી દઈએ કે સૌથી વધુ 1,88,241 ટેસ્ટ તમિલનાડુમાં થયા જેમાંથી 4829 લોકો પોઝિટિવ મળ્યા જેમાના 35 લોકોના મોત થયાં અને 1516 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં 1,81,746 ટેસ્ટ થયા અને 16758 લોકો પોઝિટિવ નોંધાયા જેમાંથી 651 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 3094 લોકો રિકવર થઈને ઘરે પહોંચી ગયા છે.

જે બાદ આંધ્ર પ્રદેશમાં 1,41,274 ટેસ્ટ થયા જેમાંથી 1777 લોકો પોઝિટિવ મળ્યા અને 36નાં મોત થયાં, જે બાદ રાજસ્થાનનો નંબર આવે છે જ્યાં કુલ 1,39,580 ટેસ્ટ થયા જેમાંથી 3317 કેસ પોઝિટિવ મળ્યા અને 93 લોકોના મોત થયાં છે. રાજસ્થાન બાદ ટેસ્ટિંગ મામલે ઉત્તર પ્રદેશનો નંબર આવે છે જ્યાં 1,09,888 ટેસ્ટ થયા જેમાંથી 2998 લોકો પોઝિટિવ મળ્યા છે અને 60 લોકોના મોત થયાં ચે.

ગુજરાતની સ્થિતિ શું છે

ગુજરાતની સ્થિતિ શું છે

જો ગુજરાતની વાત કરીએ તો 7 મે 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 95191 કોવિડ 19 ટેસ્ટ કરાયા છે જેમાંથી 6625 લોકો પોઝિટિવ મળી આવ્યા, એટલે કે ટેસ્ટ ટૂ પોઝિટિવનો રેશિયો ગુજરાતમાં 7 ટકાનો છે. જેમાંથી 396 લોકો મૃત્યુ પામ્યા છે (ગુજરાતનો મૃત્યુ દર 5.98 ટકા) અને 1500 લોકો અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે. ગુજરાતનો રિકવરી રેટ 22.64 છે. જણાવી દઈએ કે

ત્રણ મહિના બાદ પહેલીવાર વુહાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછા ફર્યાત્રણ મહિના બાદ પહેલીવાર વુહાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછા ફર્યા

English summary
gujarat is second highest in corona positive case and 5th at corona testing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X