For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election: અમદાવાદ માટે 'દિલ્લી મૉડલ'નુ આમ આદમી પાર્ટીએ આપ્યુ વચન

આમ આદમી પાર્ટીએ ગુજરાત નગર નિગમ ચૂંટણીમાં અમદાવાદ માટે 'દિલ્લી મૉડલ'નુ વચન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ અમદાવાદની આગામી નગર નિગમ ચૂંટણી માટે આઠ સૂત્રી 'ગેરેન્ટી કાર્ડ' જાહેર કરીને તેમાં દરેક વૉર્ડમાં દિલ્લી મૉડલના આધારે શાળા, મફત ઈલાજ માટે મોહલ્લા ક્લિનિકની સ્થાપના તથા પ્રદૂષણ મુક્ત બસોના સંચાલનનુ વચન આપ્યુ છે. આમ આદમી પાર્ટીએ અમદાવાદ નગર નિગમ(એએમસી) માટે 154 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

kejriwal

તમને જણાવી દઈએ કે દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પહેલી વાર ગુજરાતમાં સ્થાનિક નગર નિગમની બધી સીટો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ બુધવારે અમદાવાદ માટે ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યુ છે અને તેમાં શિક્ષણ, આરોગ્ય, કાર, પાર્કિંગ અને વાહન વ્યવહાર, સાંસ્કૃતિક, રમતગમત જેવા ક્ષેત્રોમાં કામ કરવા પર જોર આપ્યુ છે. પાર્ટીના અમદાવાદ ઝોનલના આયોજન સચિવ હસમુખ પટેલે પત્રકારોને જણાવ્યુ કે પાર્ટીએ જે કામ દિલ્લીમાં આરોગ્ય, શિક્ષણ, મહિલાઓની સુરક્ષા અને રમતગમત જગત માટે કર્યુ છે. તે જ કામ તે અમદાવાદ નગર નિગમ માટે કરશે.

ઉલ્લેખનીય છે કે છ નગર નિગમો માટે 21 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી આયોજિત થશે. વળી, પહેલા તબક્કાના પરિણામની ઘોષણા 23 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાના પરિણામની ઘોષણા 2 માર્ચે થશે.

અમિત શાહ ચૂંટણી પ્રવાસ પર આજે સવારે પહોંચ્યા ગુવાહાટીઅમિત શાહ ચૂંટણી પ્રવાસ પર આજે સવારે પહોંચ્યા ગુવાહાટી

English summary
Gujarat Local Body Election: Aam Aadmi Party promise Delhi model for Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X