For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી: કોંગ્રેસે આપ્યુ કૉફી શોપ સાથે ડેટ ડેસ્ટીનેશનનુ વચન, ભાજપે ગણાવ્યુ ઈટાલિયન કલ્ચર

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને લુભાવવાના પ્રયત્નો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને લુભાવવાના પ્રયત્નો કર્યા છે. જો કે આજે શુક્રવારે સાંજે 6 વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. કોંગ્રેસે 21 ફેબ્રુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણી ઢંઢેરામાં વડોદરાના લોકો માટે 'કૉફી શોપ સાથે ડેટ ડેસ્ટીનેશન' બનાવવાનુ વચન આપ્યુ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા ભાજપ અધ્યક્ષ વિજય શાહે કહ્યુ કે આ લવ જેહાદને પ્રોત્સાહન છે અને તેઓ તેનો વિરોધ કરશે જ્યારે કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યુ કે આપણે સમય સાથે બદલાવુ જોઈએ.

congress-bjp

તેના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પાર્ટીએ દરેક ક્ષેત્ર માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ અને મફત શિક્ષણ આપવાનુ વચન પણ આપ્યુ છે. તેના આઈકોનિક વડોદરા વચનના ભાગ રૂપે કોંગ્રેસે કિટ્ટી પાર્ટીઓ યોજતી મહિલાઓ માટે પાર્ટી હોલનુ વચન પણ આપ્યુ હતુ. મીડિયા અહેવાલો મુજબ ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની મજાક ઉડાવી હતી અને તેને ઈટાલિયન સંસ્કૃતિનો પ્રભાવ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 1995થી ભાજપ મહાપાલિકા જીતી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલના બેડ પરથી આગામી ચૂંટણીમાં છ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપને મત આપવા અપીલ જાહેર કરી હતી. એક વીડિયો સંદેશમાં મુખ્યમંત્રી રૂપાણીએ શહેરી મતદારોને અનુરોધ કર્યો કે તેઓ ભાજપને સમર્થન આપે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પાર્ટીને ફરીથી ચૂંટે. તમને જણાવી દઈએ કે સીએમ રૂપાણી કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ કે, 'ચૂંટણી એક ઉત્સવ છે અને મતદાન એ તમામ નાગરિકોની શુદ્ધ ફરજ છે અને મને વિશ્વાસ છે કે તમે 21 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં બહાર આવશો અને ભાજપના પક્ષમાં મત આપશો. તમારા આશીર્વાદ અને પ્રાર્થનાથી મારી તબિયત પણ સુધરી રહી છે. લોકો હવે ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ પાર્ટીને ટેકો આપશે. અમારા માટે શક્તિ લોકોની સેવા કરવાનુ એક માધ્યમ છે. અમારો હેતુ આપણા શહેરીને વિશ્વના નક્શા પર મૂકવાનો છે. હું તમને ખાતરી આપુ છે કે મારી સરકાર તમને નિરાશ નહિ કરે. ' ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુક પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનુ છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 13193 નવા કેસ, 97 લોકોના મોતદેશમાં 24 કલાકમાં કોરોનાના 13193 નવા કેસ, 97 લોકોના મોત

English summary
Gujarat Local Body Election: Congress promises date destination with coffee shop, BJP considers Italian culture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X