ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી વધુ હોય, તેમને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ મિકેનિઝમ હેઠળ સમીક્ષા કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત રાજ્ય સરકારની નોડલ ઓફિસ તરીકે GIDB આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.
આ બેઠકમાં મંત્રી રાજપૂતે GIDBના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ કુલ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરવા અને Unified Logistics Interface Platform-ULIP ડેટાબેઝ બનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, મંત્રી એ અધિકારીઓને Logistics Ease Across Different States-LEADS સર્વેમાં આગળ રહેવાના પ્રયાસો ચાલુ રાખવા પણ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત@૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ કદમથી કદમ મિલાવીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં 'વિકસિત ગુજરાત'ના વિઝનને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર હસ્તક GIDB ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટાડવા, માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ અસરકારક રીતે કરી રહી છે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં GIDBના મુખ્ય કારોબારી અધિકારી પી. સ્વરૂપે પીએમ ગતિશક્તિ ગુજરાત, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટેની પહેલનું આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રોજેક્ટ મોનિટરિંગ એક્ટિવિટીઝ અને SIRના વિકાસની સ્થિતિ સહિતની વિગતો વિશે મંત્રી ને માહિતગાર કર્યા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
