ચૂંટણીપંચે 'ગુજરાત' પાક્ષિકની એક લાખથી વધુ કોપી જપ્ત કરી

ચૂંટણીપંચે નરેન્દ્ર મોદી સહિતાના પ્રધાનોના ફોટા અને કામગીરીના વખાણ કરવા માટે જાણીતા મેગેઝિનની જ્યાં પણ કોપી મળે ત્યાંથી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આદેશને પગલે સૌપ્રથમ ગાંધીનગરમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી 48,000 નકલો જપ્ત કરવામાં આવી હતી. પંચે રાજકોટમાંથી 32,000 અને અમરેલીમાંથી 55,000 નકલો જપ્ત કરી હતી.
ચૂંટણીપંચે પાક્ષિક 'ગુજરાત'ની નકલો જપ્ત કરવાની કાર્યવાહી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આદરી છે. પંચનો આદેશ મળતા જ રાજ્યભરમાં આવેલી માહિતી ખાતાની કચેરીમાં તપાસ કાર્યવાહી હાથ ધરીને નકલો જપ્ત કરવામાં આવી હતી. આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આ વખતના અંકની પ્રકાશનની કામગીરી અટકાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
