For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સીન લીધા બાદ ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલનો કોરોના ટેસ્ટ આવ્યો પૉઝિટીવ

કોરોના વાયરસની વેક્સીન મૂકાવ્યાના થોડા દિવસ બાદ ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોના વાયરસની વેક્સીન મૂકાવ્યાના થોડા દિવસ બાદ ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. મંગળવારે તેમનો કોવિડ-19 પૉઝિટીવ હોવાની પુષ્ટિ થઈ. તેમણે 13 માર્ચે કોરોનાની વેક્સીન લીધી હતી. ઈશ્વરસિંહે ટ્વિટરના માધ્યમથી પોતાના કોરોના પૉઝિટીવ હોવાનો ખુલાસો કર્યો.

Ishwarsinh Patel

ઈશ્વરસિંહ પટેલે ટ્વિટમાં જણાવ્યુ કે, 'મારો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હું બધા માટે કામના કરુ છુ અને હાલમાં મારી તબિયત સારી છે. સાવચેતી રૂપે હું અપીલ કરુ છુ કે જે લોકો છેલ્લા અમુક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લે.' તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પૉઝિટીવ આવતા આજે તેમણે જાહેરાત કરી હતી. જો કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હતા અને હાલમાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Sensexમાં તેજી, 213 પોઈન્ટ વધીને ખુલ્યુ શેર બજારSensexમાં તેજી, 213 પોઈન્ટ વધીને ખુલ્યુ શેર બજાર

English summary
Gujarat minister Ishwarsinh Patel tests positive for coronavirus days after taking vaccine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X