Gujarat Rain : ગુજરાતમાંથી ચોસામાની વિદાય ક્યારે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?
Gujarat Rain : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે હવે એ સવાલ આવી રહ્યો છે કે આ ચોમાસું ક્યારે વિદાય લેશે?
સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ થાય છે અને ઓક્ટોબરની શરૂઆત સુધીમાં તેની વિદાય થઈ જાય છે.

હવામાન જાણકારોના જણાવ્યા અનુસાર, આ વર્ષે 17 સપ્ટેમ્બર પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરશે. જો કે, એવી પણ શક્યતા છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતમાં ચોમાસું પાછું ફર્યા બાદ જ ગુજરાતમાંથી તેની વિદાય થાય છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાયની તારીખ થોડા સમય પછી જ સ્પષ્ટ થશે.
જણાવી દઈએ કે, હાલની સ્થિતીએ ગુજરાતમાં 93 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે અને આવનારો પુરો સપ્ટેમ્બર મહિનો વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
