For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ ખાનગી દવાખાનામાં મળી શકશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનો, જાણો કેવી રીતે

રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને આ ઈંજેક્શન વાજબી દરે આ રીતે મળી રહેશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના વાયરસની બીજી લહેર હજુ તો શમી પણ નથી ત્યાં મ્યુકરમાઈકોસિસ(બ્લેક ફંગસ ઈન્ફેક્શન) નામના રોગે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ એક પ્રકારનુ ફંગલ ઈન્ફેક્શન છે કે જે કોવિડ-19ના દર્દીઓમાં સારવાર દરમિયાન જોવા મળે છે. રિકવર થયેલા કોવિડ-19ના દર્દીઓમાં Post Covid Complication તરીકે પણ જોવા મળી રહ્યુ છે. કોવિડના જે દર્દીઓ કે જેમને ડાયાબિટીસ, એચઆઈવી ઈન્ફેક્શન હોય, સ્ટીરૉઈડ લાંબા સમય સુધી આપવામાં આવી હોય તેવા દર્દીઓને આવો ચેપ લાગવાની સંભાવના રહે છે. આવા દર્દીઓને સારવાર મટે Liposomal Amphotericin B નામનુ ઈંજેક્શન આપવામાં આવે છે. જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી. જેના માટે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને આ ઈંજેક્શન વાજબી દરે મળી રહે તો માટે રાજ્ય સરકારે અમુક નીતિઓ ઘડી છે.

coronavirus

આ હોસ્પિટલોમાં મળશે Liposomal Amphotericin B ઈંજેક્શન

1. એસવીપી હોસ્પિટલ, અમદાવાદ
2. જીએમઈઆરએસ હોસ્પિટલ, સોલા- અમદાવાદ
3. જીએમઈઆરએસ હોસ્પિટલ - ગાંધીનગર
4. સર ટી. હોસ્પિટલ, ભાવનગર
5. પી.ડી.યુ હોસ્પિટલ, રાજકોટ
6. જી.જી હોસ્પિટલ, જામનગર
7. સ્મીમેર હોસ્પિટલ, સુરત
8. એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા

કયા દસ્તાવેજો બતાવવાથી મળશે આ ઈંજેક્શન

  • દાખલ દર્દીના કેસની વિગત(ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન(અસલમાં) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
  • દર્દીના આધાર કાર્ડની નકલ
  • મ્યુકરમાઈકોસિસના નિદાનની નકલ
  • સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર

બ્લેક ફંગસથી કોને છે વધુ જોખમ, લક્ષણો શું છે? AIIMSએ જણાવ્યુબ્લેક ફંગસથી કોને છે વધુ જોખમ, લક્ષણો શું છે? AIIMSએ જણાવ્યુ

આ ઈંજેક્શનની શું છે કિંમત

Liposomal Amphotericin B ઈંજેક્શન ભારત સીરમ એન્ડ વેક્સીન લિમિટેડનુ 5324 રૂપિયામાં, લાયકા લેબ્ઝ લિમિટેડનુ 5250 રૂપિયામાં, બીડીઆર ફાર્માસ્યુટીકલ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડનુ 5323 રૂપિયામાં, એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડનુ 5250 રૂપિયામાં, સન ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર લિમિટેડનુ 4792 રૂપિયામાં અને માયલન ફાર્માસ્યુટીકલ્સ પ્રાઈવેટ લિમિટેડનુ 6247 રૂપિયામાં મળે છે.

English summary
Gujarat: Mucormycosis injections are now available in these private hospitals, know the list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X