Gujarat Board Result 2025: પૂરક પરીક્ષાના ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 51.58 ટકા આવ્યું પરિણામ
HSC General Stream Class 12 Supplementary Exam Results: ગુજરાતમાં ગુરૂવારે (17 જુલાઈ) બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહેલી સવારે 09.00 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 51.58 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષમાં 33,731માંથી 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામ બાદ વિદ્યાર્થીઓ આ જ વર્ષમાં આગામી અભ્યાસમાં જોડાઈ શકશે.

જૂન-જુલાઈ 2025માં લેવાઈ હતી પૂરક પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન-જુલાઈ 2025માં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કરાયું હતું. જ્યારે આજે સવારે સામન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું. ગઈકાલે શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી કે આવતીકાલે 17 જુલાઈના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.
આગામી સમયમાં ધોરણ-10ની પૂરક પરીક્ષાનું પરીણામ થશે જાહેર
જણાવી દઈએ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ત્યારે બોર્ડની પરીક્ષા બાદ જૂન મહિનામાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીણામ આવી ગયા છે અને હવે થોડા જ દિવસોની અંદર ધોરણ-10ના પૂરક પરીક્ષાના પરિણામ જાહેર થશે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
