ગુજ. OBC પેનલ કરશે પાટીદારો સહિત 27 સમુદાયનું સર્વેક્ષણ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના ઓબીસી વર્ગની એક સ્વાયત્ત સંસ્થા, જે રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત લોકો માટે ઓબીસીની સ્થિતિની ભલામણ કરે છે, તેઓ પછાતપણા અંગે એક સર્વેક્ષણ પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રો અનુસાર, આ સર્વેમાં પાટીદારો સહિત 28 અન્ય સમુદાયોનો પણ સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં રાજકારણીય રીતે પ્રભાવશાળી સમુદાય હાલ અનામત માટે આંદોલન કરી રહ્યો છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શુગન્યા ભટ્ટના નેતૃત્વમાં ઓબીસીની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે આ સંસ્થાને લગભગ 28 સમુદાયો/સમૂહો પાસેથી આવેદન મળ્યા છે. જેમાંથી કેટલાક પાટીદાર સંગઠનો છે, જેમાં સરદાર પટેલ સમૂહ(એસપીજી)નો પણ સમાવેશ થાય છે, જે લાલજી પટેલના નેતૃત્વમાં ચાલે છે. હાર્દિક પટેલ પહેલાં એસપીજી તરફથી અનામતની માંગણી કરવામાં આવી હતી.

Hardik patel

સંસ્થા સમક્ષ આવેલ આવોદનોમાં કુલ 1.50 લાખ પરિવારોનો સમાવેશ થાય છે અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર, પેનલે ડોર ટુ ડોર સર્વે કરવાનો રહેશે. સાથે જ તેમણે સુનિશ્ચિત કરવાનું રહેશે કે, આવા પરિવારોનું એક પણ સભ્ય બહાર ના હોય. સર્વેક્ષણ કરવા માટે સંસ્થાએ મે માં એજન્સિઓ પાસેથી એવા લોકોના નામ મંગાવ્યા હતા કે, જેમને ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોય. સૂત્રો અનુસાર, વિધાનસભા ચૂંટણી બાદ આ સંસ્થાને સર્વેક્ષણ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવી શકે છે. ગુજરાતમાં 146 સમુદાયો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં અનામતને પાત્ર છે. છેલ્લે વર્ષ 2012માં આ સૂચિમાં રાજગોર સમુદાયને ઉમેરવામાં આવ્યો હતો.

English summary
Gujarat OBC panel begins process to survey Patidars. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.