For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્લા માટે ગુજરાતે 1000 હેક્ટર જમીન ઑફર કરી, અન્ય રાજ્યો પણ રેસમાં

ટેસ્લા માટે ગુજરાતે 1000 હેક્ટર જમીન ઑફર કરી, અન્ય રાજ્યો પણ રેસમાં

|
Google Oneindia Gujarati News

ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું મેન્યૂફેક્ચરિંગ યૂનિટ પોતાના રાજ્યમાં સ્થાપવા માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક વચ્ચે રેસ લાગી છે. ગુજરાતના કચ્છ તટ નજીક મુંદ્રામાં ટેસ્લાને 1000 હેક્ટર જમીનની ઑફર પણ આપવામાં આવી છે. ગુજરાતમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, 'ગુજરાતમાં આવવું કે કર્ણાટકમાં જ રહેવું તે નક્કી ના કરી શકતા હોવાના કારણે તેઓ ગુજરાત અને કર્ણાટક બંને સરકારો સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે.' આ વર્ષે 8 જાન્યુઆરીએ કંપનીએ બેંગ્લોરમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટર કરાવ્યું હતું.

મહારાષ્ટ્ર સાથે વાતચીત

મહારાષ્ટ્ર સાથે વાતચીત

અંગ્રેજી અખબાર ધી ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના મુખ્ય કાર્યકારી અધિકારી પી અન્બાલાગને જણાવ્યું, 'મહારાષ્ટ્ર સરકાર અને ટેસ્લાના અધિકારીઓની ચાર બેઠક થઈ અને આખરી બેઠક લગભગ 7-8 મે પહેલાં થઈ હતી. અમે તેમની જમીન ઑફર કરી હતી જેથી તેઓ મહારાષ્ટ્રમાં પ્રોડક્શન ફેસિલિટી શરૂ કરી શકે. રાજ્યમાં પહેલેથી જ કેટલીય ઑટો કંપનીઓ છે.' 2020માં આખરી વાતચીત બાદથી મહારાષ્ટ્ર સરકારને કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

કર્ણાટક સરકાર સાથે પણ વાતચીત થઈ

કર્ણાટક સરકાર સાથે પણ વાતચીત થઈ

આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ટેસ્લા કર્ણાટકમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિત સ્થાપિત કરશે, પરંતુ બાદમાં ટ્વીટ હટાવી દીધું. ફેબ્રુઆરીમાં તેમણે એક નિવેદન આપ્યું કે, ટેસ્લા કર્ણાટકમાં પોતાની ઈલેક્ટ્રિક કારનું મેન્યૂફેક્ચરિંગ યૂનિટ ખોલશે. તેમણે 7725 કરોડ રૂપિયાની લાગતથી બેંગ્લોરથી 60 કિમી દૂર તુમકુરુમાં એક ઈન્ડસ્ટિરયલ કૉરિડોરના નિર્માણની ઘોષણા બાદ ટેસ્લાનો ઉલ્લેખ કર્યો.

APSEZની અંદર અને બહાર બંને જગ્યાએ જમીનની ઑફર

APSEZની અંદર અને બહાર બંને જગ્યાએ જમીનની ઑફર

ગુજરાતે મુંદ્રામાં અડા પોર્ટ્સ અને વિશેષ આર્થિક ક્ષેત્ર (APSEZ)ની અંદર અને બહાર બંને જગ્યાએ જમીન ઑફર કરી છે. APSEZમાં 8400 હેક્ટર જમીન છે, જેમાંતી અડધી જમીન ખાલી પડી છે. અધિકારીએ કહ્યું કે, 'અમે તેમને કહ્યું કે જમીન કોઈ મુદ્દો નહી હોય. જો કે તેમણે હજી નક્કી નથી કર્યું કે ભારતમાં તે એક્સપોર્ટ યૂનિટ હશે કે બંનેનું મિશ્રણ.' APSEZ મુંદ્રામાં સૌથી મોટું કોમર્શિયલ બંદર અને SEZ સંચાલિત કરે છે. SEZsને ડ્યૂટી ફ્રી એન્કલેવ ઘોષિત કરવામાં આવ્યું છે, જ્યાં ભારતીય સીમા શુલ્ક કાનૂન લાગૂ નથી થતા.

ગુજરાત સરકારની ઑફર

ગુજરાત સરકારની ઑફર

રિપોર્ટમાં સત્તાવાર સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર મુંદ્રામાં ઈલેક્ટ્રિક વ્હીકલ હબ બનાવવાની કોશિશ કરી રહી છે અને માટે ટેસ્લા સાથે આવતા સહાયક યૂનિટ્સને પણ ભૂમિ વહેંચણી કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી મેન્યૂફેક્ચરિંગ યૂનિટ અને બાકી કંપોનેન્ટ્સ બનાવતા મેન્યૂફેક્ચર્સ સામેલ છે.

English summary
Gujarat offered 1000 hectares of land for Tesla, other states also in the race
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X