For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IB એલર્ટ : 15 ઓગસ્ટે આતંકીઓની નાપાક નજર ગુજરાત પર

|
Google Oneindia Gujarati News

15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે દર વર્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. અને દર વર્ષે આતંકવાદીઓ આ દિવસે ભારતની સુરક્ષા અને શાંતિને ભંગ કરવા માટે કંઇકને કંઇક પ્રયાસ હાથ ધરીને બેઠા હોય છે. પણ આપણી સુરક્ષા એજન્સીઓ પણ તેમને કાઉન્ટ એટક કરી સાવચેતીના તમામ પગલા લેતી આવી છે.

terrorist

ત્યારે આ વર્ષે 15 ઓગસ્ટને પગલે ગુજરાત મહારાષ્ટ્રના દરિયા કાંઠામાં આઇબીનું એલર્ટ જાહેર કર્યું છે. જો કે આ એક રૂટિન એલર્ટ છે પણ તમે છતાં જે રીતની ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી આવી રહી છે તે મુજબ પંજાબની વાધા બોર્ડર આતંકીઓના નિશાના પર છે. ત્યારે આઇબી એલર્ટ મુજબ કંઇ કંઇ જગ્યાએ આતંકી ગતિવિધિઓ તેજ બનવાની શક્યતા રહેલી છે તે વિષે વધુ જાણો અહીં...


દરિયાકાંઠા પર છે નાપાક નજર

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આઇબીએ ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયા કાંઠે એક એલર્ટ જાહેર કર્યુ છે જેન પગલે દરિયા કાંઠે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે અંતર્ગત નેવી-કોસ્ટગાર્ડ-મરીન પોલીસને રૂટીન એલર્ટ કર્યા છે.

પાકિસ્તાનની નાપાક હરકત

આઈબીએ એલર્ટમાં મુજબ પાકિસ્તાન દ્વારા ભારતમાં શાંતિ ખોરવાવાની ઘટના બને તેવી શક્યતા છે. જેના કારણે જ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

boat

હથિયારો ભરેલું જાહાજ

આઇબીને ઇનપુટસ મળ્યા છે કે પાકિસ્તાને હથિયારો ભરેલું જહાજ રવાન કર્યું છે. આ ચેતવણીને પગલે જામનગર, બેડી, ભુંગા, સિક્કા, ઓખા બેટ તેમજ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તમામ પર નજર

એટલું જ નહીં હાલ આ એલર્ટ બાદ દરિયાઇ સીમા પરથી આવતાં-જતાં વાહનો, સ્ટીમરો, બાજ અને નાની-મોટી હોડીની પણ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

વાધા બોર્ડર

એટલું જ નહીં વાધા બોર્ડર અને આત્મધાતી હુમલો થવાની સંભાવના રહેલી છે. અને આ માટે આત્મધાતી હુમલાખોરો પ્રાંતમાં ધૂસ્યા હોવાના ઇનપુટ પણ મળ્યા છે. જે જોતા સ્વતંત્રતા દિવસે ચાંપતો પોલિસ બંદોવસ્ત વધારવામાં આવ્યો છે.

English summary
Gujarat on high alert after IB input on independence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X