
ગુજરાતમાં 1 મતથી પંચાયત ચૂંટણી જીતી ભાજપ ઉમેદવારે, પાર્ટીએ 318માંથી 308 સીટો જીતી
ગાંધીનગરઃ ગુજરાત પંચાયત ચૂંટણી પરિણામ આજે આવી રહ્યા છે. સત્તારુઢ ભાજપ આ ચૂંટણીમાં પણ પોતાનુ જોરદાર પ્રદર્શન પુનરાવર્તિ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ ભાજપે બધી 6 મહાનગર પાલિકામાં પણ બહુમત મેળવ્યો હતો. હવે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ તેના સૌથી વધુ ઉમેદવારો જીતી રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ ગુજરાત પંચાયત ચૂંટણીમાં 318 સીટોમાંથી 308 પર ભાજપનો કબ્જો થઈ ગયો છે. વળી, 9 સીટો પર કોંગ્રેસ અને 1 પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
આ ઉમેદવારે 1 વોટથી ચૂંટણી જીતી
એક ભાજપ ઉમેદવારની જીતે ખરેખર ચોંકાવી દીધા. ભાજપ ઉમેદવાર રાજભાઈ વાઢેરે એક વોટથી જીત મેળવી છે. હાલમાં જ આમોદ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં પણ ભાજપના ઉમેદવાર જીત્યા છે. ગુજરાત પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે અને મહેસાણા, કચ્છ સહિત 10 જિલ્લાઓમાં સત્તારુઢ ભાજપ જ અન્ય પાર્ટીઓથી આગળ રહી છે. સાંતલપુર તાલુકા પંચાયતની ગંજીસર સીટ અને બારડોલી નગર પાલિકાના વૉર્ડ નંબર 1માં ભાજપ જીતી છે. બાકીની સીટો પર મતગણતરી હજુ પણ ચાલી રહી છે.
આ રીતે થઈ ચૂંટણી
રાજ્યમાં નગરપાલિકાની 8473 સીટો, જિલ્લા પંચાયતની 980 અને તાલુકા પંચાયતની 4773 સીટો માટે મતદાન થયુ હતુ. મતદાન માટે કુલ 36,008 બુથ બનાવવામાં આવ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર ગુજરાતની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં લગભગ 64 ટકા મતદાન થયુ. નગરપાલિકાઓની વાત કરીએ તો 82 નગરપાલિકાઓમાં 58.82 ટકા, 31 જિલ્લા પંચાયતોમાં 65.80 ટકા અને 231 તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન થયુ છે.
રૂપાણી સરકાર લાવી રહી છે લવ જેહાદ પર બિલ, કડક બનશે કાયદો