For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર પટેલને ભાજપમાં જોડાવા 1 કરોડ ઓફરમાં આવ્યો આ ટ્વિસ્ટ

નરેન્દ્ર પટેલે ભાજપ અને વરુણ પટેલ પર 1 કરોડ રૂપિયામાં તેને ખરીદવાનો આરોપ લગાવ્યો. જેના જવાબમાં વરુણ પટેલે આને કોંગ્રેસનું ષંડયત્ર કહ્યું. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

મહેસાણામાં રવિવારે પાસ કન્વીનર નરેન્દ્ર પટેલને ભાજપમાં જોડાયા બાદ એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને કહ્યું હતું કે ભાજપે મારી સાથે સોદૌ કર્યો છે. અને વરૂણ પટેલે મારો આ સોદો કરાવ્યો છે. તેમણે કહ્યું કે વરૂણ પટેલે મને ટોકન પેટે 10 લાખ રૂપિયા પણ આપ્યા છે. અને આ માટે જીતુ વાઘાણીના ઘરે લઇ જવાની વાત પણ નરેન્દ્ર પટેલે ઉચ્ચારી હતી. નરેન્દ્ર પટેલે આરોપ લગાવ્યો છે કે મને બળજબરી પૂર્વક ભાજપમાં જોડવામાં આવ્યો છે. સાથે જ હાલ 1 કરોડ રૂપિયામાંથી ખાલી 10 કરોડ આપવામાં આવ્યા છે અને બાકીના 90 લાખ પછી અપાશે. આ ઘટસ્ફોટ પછી નરેન્દ્ર પટેલ આ તમામ પૈસા પાટીદાર શહીદોને આપવાની અને વરૂણ પટેલ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની વાત પણ ઉચ્ચારી હતી.

varun and narendra patel

જો કે આ બાદ વરુણ પટેલ આ તમામ આરોપોને પોકળ ગણાવ્યા છે. તેમણે સાથે જ નરેન્દ્ર પટેલ પર વળતો આક્ષેપ મૂક્યો છે કે નરેન્દ્ર પટેલ અને કોંગ્રેસે મળીને મારી વિરુદ્ધ આ ષંડયત્ર કર્યું છે. જે અંગે કાનૂની ફરિયાદ નોંધવાની વાત પણ વરુણ પટલે કરી હતી. તેમણે આ સમગ્ર વાતને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવતા કહ્યું હતું કે મને પૈસાથી કોઇ ખરીદી નહીં તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર પટેલ દ્વારા આ રીતે વરૂણ પટેલ પર ગત મોડી રાતે આક્ષેપ કરાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. અને ફરી એક વાર ભાજપ દ્વારા રેશ્મા પટેલ અને વરુણ પટેલ તથા અન્ય નેતાઓને ખરીદવાની વાતે જોર પકડ્યું હતું.

English summary
Gujarat Patidar leader Narendra Patel says BJP offered Rs 1 crore to switch party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X