For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આંતરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડ, 250 કરોડનું ડ્રગ્સ પકડાયું

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ઇતિહાસમાં મોટો ગણાય તેવો માદક જથ્થો એટીએસ તથા ક્રાઇમં બ્રાંચના સંયુક્ત ઓપરેશન દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર દહેગામ નજીકથી ક્રાઈમ બ્રાંચે અંદાજે 250 કરોડની કિંમતનો 1300 કિલોગ્રામ પ્રતિબંધિત એફિડ્રીન નામનો પાવડરનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં પોલીસે નરેન્દ્ર સાચા નામના શખ્સોની ધરપકડ કરી છે અને આ ધટનાનો મુખ્ય સૂત્રધાર કિશોર સિંહ રાઠોઠ ફરાર થઈ ગયો છે. નોંધનીય છે કે કિશોર સિંહ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર છે.

આ સમગ્ર ઘટનામાં ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે દહેગામ નજીકનાં ઝાંક જીઆઈડીસીમાં પ્રોહેબિટેડ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે એટીએસની મદદથી અહીં દરોડો પાડયો હતો. જેમાં ૧૩૦૦ કિલોગ્રામ એફિડ્રીન નામનાં પ્રતિબંધિત પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો ઊપયોગ ડ્રગ્સ બનાવવા માટે થાય છે. ક્રાઈમ બ્રાંચનાં જોઈન્ટ પોલીસ કમિશનર જે.કે. ભટ્ટનાં જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ પાવડરનો ઊપયોગ ડ્રગ્સ બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે પાવડરનાં નમૂના તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાંચ અને એટીએસ ધરપકડ કરાયેલા આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે. આ પ્રતિબંધિત એફીડ્રીનના જથ્થાનું ઊત્પાદન અહીં જ થતું હતું કે તે બહારથી લાવવામાં આવ્યો હતો? ઊપરાંત આ એફીડ્રીનના જથ્થાનો માલિક કોણ છે અને તે ક્યાં મોકલવાનું હતું વગેરે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે શું છે આ ડ્રગ્સ અને કેવી રીતે તે લોકોની જિંદગીઓ ખરાબ કરે છે વિષે વધુ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં....

આંતરાષ્ટ્રિય કૌભાંડ

આંતરાષ્ટ્રિય કૌભાંડ

ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવા માટેનો એફીડ્રીનનો જથ્થો પકડાયો છે. જેને પગલે કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે આમાં અનેક મોટો માથાના નામ બહાર આવે તેવી વીકી છે.

શું છે આ ડ્રગ્સ?

શું છે આ ડ્રગ્સ?

એફીડ્રીન ડ્રગ્સનો સામાન્ય ઉપયોગ શરદી, ખાસી અને દમના રોગીઓના ઇલાજ માટે કામ આપવે છે. તેમાં ધેનની દવા હોય છે. જો કે વધુ માત્રા લેવાથી લકવો લાગવાથી લઇને શરીરમાં હાનિકારક અસર કરી શકે છે. વળી અને નશેડીઓ ડ્રગ્સ ના મળતા એફીડ્રીનનો ઉપયોગ કરતા હોય છે.

કેમ છે આની પર પ્રતિબંધ?

કેમ છે આની પર પ્રતિબંધ?

તેવું નથી કે આ એફિડ્રિન નામના ડ્રગ્સ પર ખાલી ભારત જ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકા, જર્મની, કેનેડા જેવા અનેક દેશો આની પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

કેવી દવાઓમાં વપરાય છે એફિડ્રિન?

કેવી દવાઓમાં વપરાય છે એફિડ્રિન?

સામાન્ય રીતે સિગરેટની તલબ દૂર કરવા, લો બ્લડ પ્રેશર અટકાવવા, સ્પાઇન એનેસ્થેસિયા અને સ્નાયુઓના ઇન્જેક્શનમાં આ ડ્રગ્સનો ઉપયોગ કરાય છે.

નામ દવાનું કામ ડ્રગ્સનું

નામ દવાનું કામ ડ્રગ્સનું

પ્રાથમિક તપાસમાં જે માહિતી મળે છે તે મુજબ આ ડ્રગ્સને દવા તરીકે બતાવી લાવવામાં આવ્યું હતું પણ તેનો ખરો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો. સુત્રોના કહેવા મુજબ આ કૌભાંડમાં પગેરા મુંબઇ, દિલ્હી અને વિદેશો સુધી પણ ફેલાયેલા હોઇ શકે છે કારણ કે તે સિવાય આટલો મોટા જથ્થો લાવવો અશક્ય છે.

એટીએસ તથા ક્રાઇમં બ્રાંચની જીત

એટીએસ તથા ક્રાઇમં બ્રાંચની જીત

ત્યારે ગુજરાતમાં ડ્રગ્સની આટલો મોટો જથ્થો પકડવામાં એટીએસ અને ક્રાઇમ બ્રાંચને પહેલી વાર સફળતા મળી છે. અને તેમની આ કામગિરી ખરેખરમાં બિરદાવા જેવી છે.

English summary
Gujarat Police Grab worth of 250 crore drug in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X