Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આસારામને પીડિતા સમક્ષ બેસાડી કરવામાં આવી પુછપરછ

અમદાવાદ, 17 ઓક્ટોબર: કિશોર છોકરી સાથે બળાત્કારના આરોપી અને જાણીતા કથાવાચક આસારામ બાપૂને પીડિતા સમક્ષ બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આસારામને લઇને શાંતિ વાટીકા પણ જશે. આરોપ છે કે આ વાટિકામાં આસારામે બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ ગઇકાલે આસારામે મર્દાનગીનો ટેસ્ટ કરાવ્વાની મનાઇ કરી દિધી હતી.

આસારામને મેડિકલ તપાસ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાશે. હોસ્પિટલના અધીક્ષક ડૉક્ટર એમએમ પ્રભાકરે જણાવ્યું હતું હતું કે આસારામને ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેમને સહયોગ કર્યો નહી એટલે પોલીસ તેમને પરત લઇ ગઇ.

આ પહેલાં આસારામે બિમારીનું બહાનું કાઢીને ટેસ્ટ કરાવવાની મનાઇ કરી દિધી હતી. કિશોર છોકરી સાથે યૌન શોષણના કેસમાં જોધપુર પોલીસ આસારામનો પુરૂષત્વ ટેસ્ટ કરી ચૂકી છે. તેમાં તે ફિટ જોવા મળ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટનો એસઆઇટી ઉપયોગ કરી શકે છે.

આસારામ બુધવારે અમદાવાદમાં આતંકવાદ નિરોધક ટુકડી (એટીએસ)ના મુખ્યાલયમાં પોતાના વકિલોની સમક્ષ રડી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસ ઓફિસમાં આસારામે પોતાના વકિલોને કહ્યું હતું કે તે આટલા હેરાન ક્યારેય થયા નથી. આસારામે એમપણ કહ્યું હતું કે મને આ જંજાળમાંથી જલદી મુક્ત કરો.

કહેવામાં આવે છે કે આસારામે કબૂલ કર્યું છે કે તે બે બહેનોને ઓળખે છે જેમને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આસારામને અમદાવાદ પોલીસને જણાવ્યું હતું કે તે બંને બહેનોને સારી રીતે ઓળખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X