For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ એરપોર્ટથી પોલિસે ખુદ 2000 લોકોને ઘરે પહોંચાડ્યા, જેટે 4900ને જમાડ્યા

ગુજરાતમાં અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જમા 2 હજારથી વધુ લોકોને ઘરે પહોંચાડવા માટે પોલિસે વાહનોની વ્યવસ્થા કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જમા 2 હજારથી વધુ લોકોને ઘરે પહોંચાડવા માટે પોલિસે વાહનોની વ્યવસ્થા કરી છે. લૉકડાઉનના કારણે આ લોકો એરપોર્ટ પર જ રોકાયેલા હતા. આ લોકો બહાર બીજા રાજ્યોથી કે વિદેશથી ફ્લાઈટ્સ દ્વારા અહીં આવ્યા. આખા દેશમાં બસો-ટ્રેનો બંધ છે માટે પોલિસ તેમજ એરપોર્ટના કર્મચારીઓએ મળીને મુસાફરોને વિપરીત પરિસ્થિતિઓમાં તેમના ઘર સુધી પહોંચાડવાની કવાયત શરૂ કરી દીધી.

47 ફ્લાઈટ્સથી એરોપોર્ટ 2006 લોકો આવ્યા હતા

47 ફ્લાઈટ્સથી એરોપોર્ટ 2006 લોકો આવ્યા હતા

માહિતી અનુસાર હાલમાં જ 47 ફ્લાઈટ્સથી એરપોર્ટ પર 2006 લોકો આવ્યા હતા. તેમને તેમના ઘરો સુધી પહોંચાડવા માટે પોલિસે વાહનોની વ્યવસ્થા કરી છે. આ મુસાફરોમાં ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના પણ મુસાફરો શામેલ છે. એરપોર્ટ પોલિસ સ્ટેશનના નિરીક્ષક કે સી રાઠવા તથા એરપોર્ટના કર્મચારીઓએ મુસાફરોને પહોંચાડવા માટે 250 ટેક્સી તેમજ 5 બસોની વ્યવસ્થા યોગ્ય ભાડામાં કરાવી છે. આ લોકોને સેનિટાઈઝર વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિસ અનુસાર કોઈ પણ મુસાફર પાસે વધુ ચાર્જ વસુલવામાં આવ્યો નથી.

જેટે 4900 લોકોને પહોંચાડ્યુ ભોજન

જેટે 4900 લોકોને પહોંચાડ્યુ ભોજન

વળી, અમદાવાદમાં કોરોના વાયરસ માટે લૉકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદો માટે ભોજન પહોંચાડવા માટે પણ હાથ વધાર્યા છે. અમુક સંસ્થાઓની મદદથી બુધવારે મહાનગરપાલિકા સંચાલિત (જોઈન્ટ ઈન્ફોર્સમેન્ટ ટીમ) વિવિધ વિસ્તારોમાં 4900 લોકોને ભોજન પહોંચાડ્યુ છે. મહાનગર પાલિકા પ્રશાસન અનુસાર પેકેટ વિતરણ કરતા બધા સાવચેતીઓને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. ભોજનનો લાભ લેનારામાં ગરીબ વર્ગ ઉપરાંત ફૂટપાથ પર રહેતા ભિકારી પણ શામેલ છે. પોલિસકર્મી ખુદ શહેરોમાં પગપાળા પાછા આવતા મુસાફરોને જમવાનુ પીરસતા જોવા મળ્યા છે.

ઘરો સુધી લીલી શાકભાજી પહોંચાડશે મહાનગરપાલિકા

ઘરો સુધી લીલી શાકભાજી પહોંચાડશે મહાનગરપાલિકા

અમદાવાદ મહાનગરપાલિકાએ લૉકડાઉનની સ્થિતિમાં શહેરવાસીઓ ઘરે-ઘરે લીલી શાકભાજી પહોંચાડવાની યોજના પણ બનાવી છે. જેમાં કોઈ ભીડ વિના શાકભાજી પહોંચાડવામાં આવશે. સાથે જ સોસાયટી તેમજ ગલી-મહોલ્લામાં શાકભાજી વેચવા માટે આવતા લોકોને નિર્દેશ આપ્યા છે કે તે એક જ જગ્યાએ ઉભા રહીને શાકભાજી ન વેચે પરંતુ ફરી-ફરીને વેચે જેથી ભીડ ઓછી થાય.

આ પણ વાંચોઃ કોરોના રાહત પેકેજઃ રાહુલ ગાંધીએ પહેલી વાર મોદી સરકારની પ્રશંસા કરીને કહ્યુ...આ પણ વાંચોઃ કોરોના રાહત પેકેજઃ રાહુલ ગાંધીએ પહેલી વાર મોદી સરકારની પ્રશંસા કરીને કહ્યુ...

English summary
Gujarat police Vehicles brings Passengers from Ahmedabad Airport to their houses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X