Video: પીએમ મોદીએ મતદાન પહેલા માતા હીરાબેનના પગે લાગી લીધા આશીર્વાદ

પીએમ નરેન્દ્ર મોદી પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર પોતાનો મત પહેલા તે સવારે માતા હીરાબેનના આશીર્વાદ લેવા માટે તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન પર પહોંચ્યા.

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ દમણની 1, જમ્મુ કાશ્મીરની 1 અને ત્રિપુરાની 1 લોકસભા સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા માતાના આશીર્વાદ

પીએમ નરેન્દ્ર મોદી પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર પોતાનો મત આપ્યો પરંતુ મતદાન કરતા પહેલા તે સવારે માતા હીરાબેનના આશીર્વાદ લેવા માટે તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન પર પહોંચ્યા. અહીં તેમણે મા સાથે મુલાકાત કરી. તેઓ પોતાની માના પગે લાગ્યા અને માએ તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા અને નાળિયેર-ચુંદડી પ્રસાદ રૂપે આપ્યા. માએ પીએમ મોદીનું મોઢુ પણ મીઠુ કરાવ્યુ. વળી, પીએમે પોતાની માતાને મિઠાઈ ખવડાવી. ત્યારબાદ પીએમ મોદીએ સામાન્ય જનતા સાથે પણ વાત કરી અને તેમની સાથે ફોટા પડાવ્યા.

મત આપીને લોકતંત્રને વધુ મજબૂત કરોઃ પીએમ

સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તે આજે જરૂરથી મતદાન કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

મતગણતરી 23 મેના રોજ થશે

લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે થયેલી ચૂંટણીમાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. મતગણતરી 23 મેના રોજ થશે. ચૂંટણી કમિશને આના માટે 2.10 લાખ મતદાન કેન્દ્રો બનાવ્યા છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે. આ ઉપરાંત મતદારોમાં જાગૃતિ વધારવાના હેતુથી ઘણા પોલિંગ બુથોને સજાવવામાં આવ્યા છે. જેથી મતદારો વધુને વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ત્રીજા તબક્કાના મતદાનમાં લગભગ 18.86 કરોડ મતદારો પોતાનો મત આપશે. લોકોને ચૂંટણી કમિશને અપીલ કરી છે કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરે.

અમિત શાહની અપીલ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ આજે મતદારોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, ‘ગયા 5 વર્ષોમાં આપણે જોયુ છે કે દેશમાં જ્યારે એક મજબૂત અને નિર્ણાયક સરકાર હોય છે તો કઈ રીતે ભારતનો તિરંગો વિકાસના નવા માપદંડ સ્થાપિત કરીને સમગ્ર વિશ્વમાં લહેરાય છે. ત્રીજા તબક્કામાં મતદારોને અપીલ કરુ છુ કે મતદાન જરૂર કરો. તમારો એક મત દેશની સુરક્ષા, ગૌરવ અને સમ્માનનો આધાર છે.' શાહ ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં છે અને તે પહેલી વાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X