ગુજરાતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ લાવવા કાયદાની તૈયારી

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટો સુધારો આવવાની સંભાવના છે. રાજ્ય સરકારે હવે ખાનગી ટ્યુશન સંચાલકોની વધતી જતી મનમાની અને આસમાને પહોંચેલી ટ્યુશન ફી પર અંકુશ લાવવા માટે કમર કસી છે.

ટૂંક સમયમાં જ ખાનગી ક્લાસીસને નિયંત્રિત કરતો એક નવો કાયદો અમલમાં આવી શકે છે, જેની તૈયારી સરકારે શરૂ કરી દીધી છે.

Regulate Private

સરકારના શિક્ષણ વિભાગે આ નવા કાયદાનો મુસદ્દો (Draft) તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ અગત્યની કામગીરી માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને કાયદાની રૂપરેખા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમિતિના વડા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના અધ્યક્ષ સંભાળશે. આ વિશેષ કમિટીમાં કુલ આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદાને મજબૂત બનાવવા માટે કમિટી જરૂર પડ્યે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને પણ સભ્ય તરીકે જોડી શકાશે.

શિક્ષણ વિભાગ દ્વારા આ કમિટીની રચના અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે સરકાર ખાનગી ટ્યુશન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ગંભીર છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને બિનજરૂરી આર્થિક બોજમાંથી રાહત આપવાનો છે.

સરકારના આ સક્રિય પગલાને કારણે રાજ્યભરના ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. નવો કાયદો કઈ પ્રકારની માર્ગદર્શિકા અને નિયમો લાગુ કરશે, તેના પર સૌની નજર ટકેલી છે. આ કાયદાના અમલ પછી ટ્યુશન સંચાલકોની મનસ્વી રીતે ફી વધારવાની પદ્ધતિ પર કાયમી લગામ લાગી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X