Gujarat Rain : ગુજરાતમાં સિઝનનો 107% વરસાદ નોંધાયો, કચ્છ ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain : આ વર્ષે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજના સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 107% વરસાદ નોંધાયો છે, જે કુલ 949.94 મિલીમીટર જેટલો થાય છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રાજ્યના 54 તાલુકાઓમાં 1,000 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 144 તાલુકાઓમાં 500 થી 1,000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાયો છે.

પ્રદેશ અનુસાર વરસાદની સ્થિતિ
- કચ્છ : 134.38% (સૌથી વધુ)
- ઉત્તર ગુજરાત : 118.72%
- દક્ષિણ ગુજરાત : 110.70%
- પૂર્વ-મધ્ય ગુજરાત : 110.10%
- સૌરાષ્ટ્ર : 93.36%
સારા વરસાદને કારણે રાજ્યના ડેમ અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યની જીવાદોરી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના 90.74% એટલે કે 3,03,137 મિલિયન ક્યુબિક ફૂટ ભરાયો છે. આજે સવારે 8 વાગ્યે ડેમમાં પાણીની આવક 1,47,154 ક્યુસેકથી વધુ નોંધાઈ હતી.
સરદાર સરોવર સિવાય, ગુજરાતના અન્ય 206 ડેમમાં તેમની કુલ ક્ષમતાના 87.14% પાણીનો સંગ્રહ થયો છે. આમાંથી 103 ડેમ 100% ભરાઈ ગયા છે. જ્યારે, 64 ડેમ 70-100% વચ્ચે 19 ડેમ 50-70% વચ્ચે અને માત્ર 10 ડેમ 25% થી ઓછી ક્ષમતા સાથે ભરાયા છે.
ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ઉકાઈ ડેમ 86.55% ભરાયો છે અને તેમાં પાણીની આવક સૌથી વધુ 1,10,181 ક્યુસેક નોંધાઈ છે. અન્ય મુખ્ય જળાશયો ધરોઈ (91.34%), કરજણ (82.04%), અને પાનમ (98.7%) માં પણ પાણીનું સ્તર ઊંચું છે.
દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં 21,221 ક્યુસેકની નોંધપાત્ર આવક થઈ છે, જેમાં 1,095 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં રાજ્યના કુલ 135 ડેમ હાઈ એલર્ટ પર છે, 20 ડેમ એલર્ટ પર અને 12 ડેમ વોર્નિંગ પર છે. હાઈ એલર્ટ પર રહેલા મુખ્ય ડેમમાં અમરેલીનો ધાતરવાડી, પાલીતાણાનો શેત્રુંજી, મોરબીનો બ્રાહ્મણી, ધારી અને રાજકોટનો ન્યારી-2 નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
